________________
૧૫૪
આઠ દૃષ્ટિની સઝાય શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દવે જિમ વનને રે ! ધર્મજનિત પણ ભોગ ઇહાંતિમ, લાગે અનિષ્ટ તે મનને રા.
એ ગુણ૦ | પ . ગાથાર્થ - શીતળ એવા પણ ચંદનના કાષ્ઠમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ જેમ સમસ્ત વનને બાળે છે તેમ ધર્મથી ઉત્પન્ન થયેલો એવો પણ ભોગ આ દૃષ્ટિકાલે મનને અણગમતો લાગે છે. પપી
વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવનું મન ભોગમાત્રમાંથી ઊડી જાય છે. તે વિષય સમજાવતાં કહે છે કે -
ચોરી, જુગાર કે છેતરપિંડી વગેરે પાપોથી આવેલા ધન દ્વારા પ્રાપ્ત થતા ભોગી તો આ જીવને નથી જ ગમતા, કે જેની પાછળ દુઃખ જ દુઃખ રહેલું છે. પરંતુ પુણ્યોદયથી આવેલા ધન દ્વારા મળેલા ભોગો પણ હવે આ જીવને ગમતા નથી. ભલે પુણ્યોદયથી ભોગો મળ્યા હોય, પરંતુ ભોગો માત્ર પાપ કરાવનારા છે. ભોગો આસક્તિ કરાવનારા છે. ભોગો વધારેને વધારે ભોગતૃષ્ણા ઉત્પન્ન કરનારા છે. જેમ કે ચંદન ઘણું શીતળ છે, ઘણું સારું છે, પરંતુ ચંદન દ્વારા પ્રગટેલો અગ્નિ એ તો અગ્નિ હોવાથી બાળવાનું જ કામ કરે છે. તેમ પૂર્વબદ્ધ પુણ્યોદય (એ પાપરૂપ ન હોવાથી) સારો છે. પરંતુ તજન્ય ભોગવિસ્તાર તો આસક્તિ અને પાપ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી અને સંસારમાં રખડાવનાર જ છે. તેથી પાપથી આવેલા ભોગો તો ગમતા નથી. પરંતુ પુણ્યોદયજન્ય ભોગો પણ આ જીવને ગમતા નથી. આત્મતત્ત્વની પ્રાપ્તિના ઉપાયભૂત મુક્તિ અને મુક્તિના ઉપાયભૂત તત્ત્વજ્ઞાનની રમણતા જ ચે છે.
શીતળ ચંદનથી ઉત્પન્ન થતો એવો પણ વહ્નિ દાહક જ હોય છે. કોઈક વખત પ્રતિબંધક એવા ચંદ્રકાન્ત મણિ - મંત્રાદિ હોય અને તેના કારણે જો વહિં દાહ ન કરે તો તે મણિ-મંત્રાદિના અચિન્ય સામર્થ્યથી દાહનો પ્રતિબંધ થાય છે. પરંતુ વહ્નિમાં વર્તતો દાહક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org