________________
૬૯
ત્રીજી બલા દૃષ્ટિ ખપાવી તુરત મુક્તિગામી થવું છે. તે કાર્ય ધર્મક્રિયાના આરાધન વિના શક્ય નથી. આવું સમજીને આ આત્મા આદરેલા ધર્મકાર્યમાં ધીરજપૂર્વક વિધિયુક્ત અનુષ્ઠાન કરે છે. તે કાળે અન્ય અનુષ્ઠાનમાં ચિત્ત પણ થાપતો નથી. આ રીતે સ્વીકૃતકાર્યમાં સ્થિરતારૂપ આસન અંગ આ જીવને પ્રાપ્ત થાય છે. આસન એટલે સ્થિરતા.
(૪) શ્રવણસમીહા - શ્રવણ એટલે તત્ત્વવાર્તા સાંભળવાની, સમીહા એટલે તીવ્ર ઉત્કંઠા. અનાદિકાળથી અજ્ઞાન અને મોહને આધીન એવા આ જીવનું ગુણસ્થાનકોમાં ઊધ્વરોહણ કેમ થાય ? પૂર્વબદ્ધ કર્મોનો નાશ કેવી રીતે થાય? સંસારની વિડંબનાઓમાંથી કેમ છુટાય ? આ મનુષ્યભવ, જૈન ધર્મ, પુનઃ મળવો અતિદુષ્કર છે. સદ્ગનો સમાગમ મહાપુણ્યોદયથી જ મળે છે. તેમની પાસેથી પરમાત્માએ કહેલું સાચું તત્ત્વ હું જલ્દી જલ્દી જાણે. એવા પ્રકારની તત્ત્વવાર્તા સાંભળવાની તીવ્ર ઉત્કંઠા આ દૃષ્ટિકાળે જીવમાં વર્તે છે. બીજી દષ્ટિમાં તત્ત્વ જાણવાની જિજ્ઞાસા હતી, ત્રીજી દૃષ્ટિમાં તત્ત્વ સાંભળવાની ઈચ્છા(શુશ્રુષા) તીવ્ર બને છે. જિજ્ઞાસા હોય તો જ શુશ્રુષા આવે છે. જિજ્ઞાસાપૂર્વકની શુશ્રુષા આવવાથી આ જીવ તેવા પ્રકારના સદ્ગુરુની શોધમાં પ્રવર્તે છે. આ પ્રમાણે તત્ત્વનું વ્યાખ્યાન સાંભળવાની આ જીવને તીવ્ર તાલાવેલી લાગે છે - શુશ્રુષા તીવ્ર હોવાથી જ્યારે તત્ત્વશ્રવણનો યોગ આવશે ત્યારે અનિર્વચનીય આનંદ આ જીવમાં પ્રવર્તશે.
આ પ્રમાણે (૧) બોધ કાષ્ઠ અગ્નિ સમાન, (૨) ક્ષેપદોષનો ત્યાગ, (૩) આસન નામના યોગાંગની પ્રાપ્તિ, (૪) શ્રવણસમીઠા(શુશ્રુષા) ગુણની પ્રાપ્તિ આ ગાળામાં સમજાવ્યાં. |૧ તરુણ સુખી સ્ત્રી પરિવર્યો છે, જેમ ચાહે સુરગીત | સાંભળવા તેમતત્ત્વનેજી,એદૃષ્ટિ સુવિનીતા જિનજીવારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org