________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
ગાથાર્થ યુવાન, ધનવાન, અને પરિણીત પુરુષ દેવોના ગાયનને સાંભળવા જેટલા ભાવથી ચાહે છે, તેટલા જ ભાવથી સુવિનીત એવો આ દૃષ્ટિવાળો જીવ તત્ત્વ સાંભળવા ઇચ્છે છે. રા
૭૦
વિવેચન ઉપરની ગાથામાં જે શુશ્રુષા ગુણની પ્રાપ્તિ સમજાવી છે. તે જ વાત ગ્રંથકારશ્રી આ ગાથામાં ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ સમજાવતાં કહે છે કે
-
-
કોઈ એક પુરુષ પરિપૂર્ણ યુવાવસ્થામાં છે. ધન-ધાન્યાદિથી ઘણો જ સુખી છે. નવો જ વિવાહિત થયેલો છે. એટલે કે સ્ત્રીથી યુક્ત છે. સંગીત કળા જાણવામાં ઘણો ચતુર છે. ત્યાં આકાશમાંથી ગાન્ધર્વ જાતિના દેવો ગાયન ગાવા આવ્યા છે. દેવ-દેવીઓનું નૃત્ય અને સંગીત ગોઠવાયું છે. તેવા સ્થાનમાં તે યુવાન પુરુષ જેટલા હોંશથી ઉત્સાહથી તે સંગીત સાંભળવા જાય તેના કરતાં પણ વધુ રાગે ધર્મતત્ત્વ સાંભળવાની તીવ્ર ઇચ્છા આ સાધક મુમુક્ષુ આત્માને વર્તે છે. આશય એવો છે કે ભોગી જીવ ભોગના સાધનભૂત યુવાવસ્થા, ધન, સ્ત્રી, ચતુરાઈ અને દેવોનું સંગીત વગેરે મળ્યે છતે શ્રોત્રેન્દ્રિયજન્ય સુખને અનુભવવામાં જેવો લયલીન થાય છે. તેવી રીતે યોગી આત્માઓ યોગદશાના સ્વરૂપને સાંભળવામાં અતિશય રસ ધરાવે છે. આવી તીવ્ર ઉત્કંઠાને “શુદ્ધ શ્રવણ સમીહા” કહેવાય છે.
યોગકથા અને ધર્મતત્ત્વ સાંભળવાની આ શુશ્રુષા ત્રીજી બલા દૃષ્ટિમાં આવે છે. આ ઉત્કટ શુશ્રુષા ગુણવાળો સાધક આત્મા અતિશય વિનયવાળો હોય છે. કારણ કે યોગી મહાત્માઓ પાસેથી
Jain Education International
આ સાધક આત્માને યોગકથા સાંભળવી છે. જાણવી છે. ગુરુઓના વિનય વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. તેથી આ સાધક આત્મા સુંદર વિનયવાળો અર્થાત્ સુવિનીત થઈ જાય છે. ઉત્કટ શુશ્રુષા અને ઉચ્ચકોટિના વિનય ગુણ વડે આ સાધક આત્મા યોગી
For Private & Personal Use Only
www.jainelibrary.org