________________
ત્રીજી બલા દૃષ્ટિ મહાત્માઓ પાસેથી નિર્મળ બોધ પ્રાપ્ત કરવા માટેનું યોગ્ય પાત્ર બની જાય છે. યોગી મહાત્માઓ પણ તેના શુશ્રુષા અને વિનય ગુણ વડે પ્રસન્ન થયા છતા શ્રુતજ્ઞાન આપવાની નદી વહેવરાવે છે. આ જ વાત ગ્રંથકાર હવે પછીની ગાથામાં સમજાવે છે. પુરા
સરી એ બોધ પ્રવાહની જી, એ વિણ શ્રત થલકૂપ / શ્રવણસીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપરે !
જિનજીવે છે ૩ ગાથાર્થ - આ શુશ્રુષા એ બોધપ્રવાહ માટે પાણીની સરવાણી(નીક)તુલ્ય છે. આ શુશ્રુષા વિના સાંભળવું તે સ્થળ ઉપર ખાડો કરવા સમાન છે. જેમ રાજા શયન કરતી વખતે કથા સાંભળે તેની જેમ જે શ્રવણસીહા હોય તેનો અર્થ શું ? અર્થાત્ તે શ્રવણસીહ નિરર્થક છે. ફા
વિવેચન - યોગમાર્ગને સાંભળવાની-જાણવાની જે તીવ્ર તમન્ના તે શુશ્રુષા ગુણ છે. આ ગુણ કુવામાં પાણી આવવા માટેની જે સરવાણી-સેર-નીક હોય છે તેના તુલ્ય છે. જેમ સરવાણી દ્વારા કુવામાં, પાણીનો પ્રવાહ આવ્યા જ કરે છે. તેમ આ ઉત્કટ શુશ્રુષા ગુણ દ્વારા જ્ઞાનપ્રવાહ (બોધપ્રવાહ) આ સાધક જીવમાં આવ્યા જ કરે છે. સરવાણી દ્વારા જે કુવામાં પાણીનો પ્રવાહ નિરન્તર ચાલુ હોય છે તે કૂવામાંથી આખુ ગામ સતત પાણી ભરે તો પણ પાણી ખુટતું નથી. તેવી રીતે ઉત્કટ શુશ્રુષા ગુણ દ્વારા જ્ઞાનપ્રવાહ આ મુમુક્ષુ આત્મામાં આવ્યા જ કરે છે. ચિત્ત વૈરાગ્યમય જ રહે છે. જીવન ધર્માચરણમય જ રહે છે. આત્મતત્ત્વના ચિંતન-મનનમાં જ સમય પસાર થાય છે. તેનો જ્ઞાનપ્રવાહનો ધોધ અટકતો નથી. ચાલુ જ રહે છે.
શુશ્રુષા ગુણ વિના શરમાશરમીથી, લોક-લજ્જાથી, કે જવું પડતું હોય એટલે વ્યાખ્યાન આદિ સાંભળવા જઈએ તો તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org