SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી તારા દૃષ્ટિ ૬૫ સેવે છે. પોતાની મતિની ન્યૂનતા સમજીને તેઓના જ વચનોને અનુસરે છે. હૃદયમાં આવા પ્રકારના ઉચ્ચકોટિના ભાવો આવવાથી જીવન અને મન પવિત્ર બને છે. તેથી જગતમાં આવા વિવેકી અને વિનયી આત્માઓ સારા યશને પામે છે. તેની ઇજ્જત-આબરૂ વધે છે. માન-મોભો અને પ્રતિષ્ઠાની સુવાસ ચારે બાજુ વિસ્તરે છે. આ આત્મા પણ ધર્મમય પરિણતિયુક્ત દૃષ્ટિવાળો બન્યો હોવાથી નિરર્થક ખોટાં જુઠાણાં આચરતો નથી. અને ગંભીર બનવાથી પોતાનામાં વિદ્યમાન ગુણો પણ ગાતો નથી તો પછી ન હોય એવા ગુણો દુનીયામાં ગાઈને ખોટી ડંફાસ મારવાનું સંભવતું નથી. અને તેવા પ્રકારનું અભિમાન-અહંકાર પણ આ જીવ આચરતો નથી. અહીં ગ્રંથકારે “સુયશ'' શબ્દ વાપરીને પોતાનું શ્રી યશોવિજયજી એવું નામાભિધાન પણ સૂચવ્યું છે. એમ જાણવું. આ પાંચમી ગાથામાં ગ્રંથકારે કહેલો ભાવ પૂ. શ્રી હરિભદ્રસૂરીજી મ. શ્રીએ યોગદૃષ્ટિ ગાથા ૪૭-૪૮માં કહેલા ભાવ પ્રમાણે કહ્યો છે. દુઃસ્વરૂપો ભવ: સર્વ, કચ્છેરોગ્ય ત: થમ્ ?! चित्रा सतां प्रवृत्तिश्च साशेषा ज्ञायते कथम् ? ॥४७॥ नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह, तदित्यस्यां मन्यते सदा ॥ ४८ ॥ " અર્થ - આ સંસાર સર્વથા દુ:ખસ્વરૂપ જ છે. તેનો ઉચ્છેદ કેમ થાય અને શાનાથી થાય ? સત્પુરુષોની પ્રવૃત્તિ ચિત્ર-વિચિત્ર હોય છે. તે સઘળી પ્રવૃત્તિ કેવી રીતે જાણી શકાય ? અમારી એટલી વિશાળ બુદ્ધિ નથી. અને શાસ્ત્રવિસ્તાર ઘણો છે. તેથી આ દૃષ્ટિમાં આવેલ આત્મા શિષ્ટ પુરુષો કહે તે જ પ્રમાણ છે. એમ માને છે. II૪૭-૪૮૫ આ પ્રમાણે અહીં તારાદૃષ્ટિનું વર્ણન સમાપ્ત થાય છે. પ આ. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy