________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૬૧ ઇચ્છા ઉત્કટ બનવાથી વિષયોની ઇચ્છા મંદ થઈ જાય છે. તેથી વિષયોના વિકારોથી ઉત્પન્ન થનારી ચિત્તની અસ્થિરતા આ મહાત્માઓને હોતી નથી. જેથી “અચપલતા” નામનો ગુણ (એટલે કે મનની સ્થિરતા) પ્રાપ્ત થાય છે.
(૧) અચપલતા એટલે અલોલુપતા, લોલુપતાનો અભાવ, જો કે હજુ આ જીવો ચોથે ગુણઠાણે છે એટલે વિષયસુખોની ઇચ્છા કે વિષયસુખોનો ત્યાગ નથી. પરંતુ તે ઇચ્છા કે સુખો લોલુપતાભાવમાં પરિણામ પામતાં નથી. જ્યાં સુધી શરીરનો સંબંધ છે ત્યાં સુધી વિષયોનું સેવન તો અનિવાર્ય છે. પરંતુ લોલુપતા એ મોહજન્ય વિકાર વિશેષ હોવાથી અહીં સંભવતી નથી. વિષયોની ભયંકરતા અને પાપબંધ હેતુતા જાણ્યા પછી તે તરફ ઇન્દ્રિયો ઉદાસ બની જાય છે. વિષયોની પાછળ ઈન્દ્રિયોની દોડવાની જે વૃત્તિ છે તે ચપળતા (અસ્થિરતા) કહેવાય છે. યોગપ્રાપ્તિ કાળે આવી ચપળતા હોતી નથી.
(૨) રોગરહિતતા - પાંચ ઇન્દ્રિયોના વિષયોનું જોઈતી માત્રા કરતાં હીન-અધિક સેવન થાય તો જ અંજીર્ણ આદિ થતાં શરીરમાં રોગો થાય છે. આ દૃષ્ટિકાળે ઉપર સમજાવ્યું તેમ વિષયો ઉપર અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલ હોવાથી અને લોલુપતા ન હોવાથી માત્રાને ઓળંગીને સેવન જ આ જીવ કરતો નથી. જેથી શરીરમાં રોગો થતા નથી. જ્ઞાનાદિ ગુણોની આરાધના, તપનું સેવન, માત્રા પ્રમાણે જ આહારાદિનું ગ્રહણ, ઇત્યાદિના કારણે પ્રાયઃ શરીરમાં રોગો જ ઉત્પન્ન થતા નથી. છતાં પૂર્વબદ્ધ અસાતાના ઉદયથી કદાચ રોગોત્પત્તિ થાય તો પણ આ મહાત્માઓ વૈરાગ્ય રંગે રંગાયેલા હોવાથી રોગને રોગ માનતા નથી. એટલે પૂર્વબદ્ધકર્મોને ખપાવવાનો આ એક ઉત્તમ અવસર છે. એમ માનીને રોગને સુ-અવસર સમજે છે.
રોગનું અસ્તિત્વ એ યોગની સાધનામાં બાધક નથી. પરંતુ રોગકાળે થતી આર્ત-રૌદ્રધ્યાનમય અશુભ પરિણતિ એ જ યોગની સાધનામાં બાધક છે. શરીરમાં રોગનો અભાવ એ પુણ્યોદય છે. પરંતુ આ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org