________________
૧૬૨
આઠ દૃષ્ટિની સઝાય તે કાળે જો મોહની તીવ્રતા હોય તો તે યોગસાધનામાં બાધક બને છે. પૂર્વબદ્ધ કર્મોદયથી કદાચ રોગ આવે તો પણ રોગને રોગ ન માનતાં, આર્ત-રૌદ્રધ્યાન ન કરતાં આ કર્મ ખપાવવાનો સુંદર અવસર છે. એમ માની યોગસાધનામાં સ્થિર રહેવું એજ યોગીઓનું કર્તવ્ય છે. જો કે આમ બનવું ઘણું દુષ્કર છે. પરંતુ યોગીઓમાં યોગના અચિજ્ય પ્રભાવથી આવી મનની કલ્પના બની શકે છે.
(૩) નિષ્ફરતાનો અભાવ - આટલી ઊંચી દશામાં આવેલા તે યોગીઓની પ્રકૃતિ નિષ્ફરતા વિનાની એટલે ક્રૂરતા વિનાની હોય છે. સ્વભાવથી જ સર્વે જીવો ઉપર મૈત્રી ભાવનાવાળા બને છે. નિરંતર બીજાનું હિત જ ઇચ્છનારા અને પોતાના સુખની ખાતર બીજાનું અહિત ન થઈ જાય તે માટે સતત સજાગ હોય છે. સર્વે જીવો કર્મને પરવશ છે. એમ મનમાં સમજી પરજીવોનું અનુચિત આચરણ કે પાપિષ્ઠ પ્રવૃત્તિ જોઈને પણ માધ્યસ્થતામાં વર્તે છે. પરંતુ તેના પ્રત્યે રોષ, કે તેને નુકશાન કરવાનો અલ્પ પણ વિચાર મનમાં લાવતા નથી. આવો કોમળભાવ હૈયાનો કરી લે છે. શરીરમાં આવેલ કોઈપણ તકલીફ સહન ન થાય તો જ તે તકલીફ આપનારા પ્રત્યે સામાન્ય માનવીને ક્રૂરતા આવે છે. પોતાના જ સુખનો વિચાર કરનારાને આ ક્રૂરતા સવિશેષ આવે છે. પરંતુ યોગીઓમાં યોગપ્રભાવથી સહનશીલતા, ધીરજ, મૈત્રી અને માધ્યસ્થતા આદિ ગુણો આવવાથી પર પ્રત્યે પણ ભાવકરુણા જ હોય છે. પરંતુ ક્રૂરતા-નિર્દયતા કે કઠોરતા હોતી નથી.
(૪) બે નીતિની અલ્પતા - અહીં લઘુનીતિ અને વડીનીતિ આ બે નીતિ કહેવાય છે. આ યોગીઓમાં તેની અલ્પતા હોય છે.. પેશાબ થવો, બાથરૂમ કરવું તે લઘુનીતિ કહેવાય છે. અને સંડાસ જવું, ઝાડો થવો તે વડીનીતિ કહેવાય છે. ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલ હોવાથી વિષયોનું સેવન અલ્પમાત્રાએ હોવાથી અને જ્ઞાનાદિ ગુણોની ઉપાસનામાં સતત ઓતપ્રોત હોવાથી, આહાર-પાણીમાં સંયમ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org