________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૬૩ અને તેનું પણ સવિશેષ પાચન થવાથી યોગીઓને આ લઘુનીતિ અને વડીનીતિ સહજપણે અલ્પ પ્રમાણમાં જ હોય છે. તથા આરોગતા હોવાથી પણ આ નીતિઓનું અલ્પત્વ હોય છે. જો વારંવાર આ નીતિઓ ચાલુ રહે તો યોગની સાધનામાં સતત વિક્ષેપ પડવાથી સાધનામાં સાતત્ય જળવાય જ નહીં.
વિશેષ ઉંચી યોગસાધના જેણે કરી હોય તેવા જિનકલ્પાદિ સ્વીકારનારા મહામુનિઓમાં જો શુદ્ધભૂમિ ન મળે તો છ મહીના સુધી લઘુનીતિ-વડી નીતિ કર્યા વિના જીવન ચલાવી શકે એવી યોગદશાની સિદ્ધિ હોય છે. તેનો જ આ કંઈક અંશ અહીંથી શરૂ થાય છે. અધિક સ્થિરતાપૂર્વક યોગમાર્ગની સાધના થાય અને પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાના કાળે વારંવાર ઉઠવું ન પડે તે માટે સાધક આત્માઓએ આ બન્ને નીતિઓની અલ્પતા માટે દુર્લક્ષ્ય સેવ્યા વિના સતત જાગૃત બની આહારાદિમાં સવિશેષ સંયમવાળા બનવું જોઈએ.
(૫) સારી ગંધ - (૬) કાન્તિ, અને (૭) પ્રસન્નતા. આ યોગીઓ પરિમિતતાયુક્ત અને સારી રીતે પચી જાય તેવા હિત, મિત આહારાદિનું સેવન કરનારા હોય છે. તેથી અજીરણ વગેરે કોઈ રોગો શરીરમાં થતા નથી અને સારી રીતે પાચનક્રિયા હોવાથી શરીરમાં દુર્ગધ હોતી નથી. પરંતુ સુગંધ હોય છે. તથા નિરોગી દેહ હોવાથી મુખાદિ ભાગો ઉપર કાન્તિ-તેજસ્વિતા અને સદા પ્રસન્નતા જ પ્રસન્નતા હોય છે. કદાપિ ગ્લાનિ કે ઉદાસીનતા સંભવતી નથી. ધર્માનુષ્ઠાનમાં ઓતપ્રોત રહેવાથી પ્રમાદ-આળસ-પરનિંદા આદિ કુત્સિત ભાવો અલ્પમાત્રાએ પણ ન હોવાથી શરીરનું સૌષ્ઠવ - સુંદરતા સદા જળવાયેલ રહે છે. સદા તેઓનો ચહેરો હસમુખો અને ખુશી મિજાજનો હોય છે.
(૮) સુસ્વર - સારા સ્વરની પ્રાપ્તિ જન્મથી પ્રાયઃ હોય છે. જો કે તે પૂર્વબદ્ધ સુસ્વર નામકર્મના ઉદયથી જન્ય હોય છે. છતાં યોગ સાધનામાં વિકાસ પામેલા મહાત્માઓનું જીવન આહાર-પાણી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org