________________
૧૬૪.
આઠ દૃષ્ટિની સાય સંયમવાળું હોય છે. તેના કારણે કંઠનો ભાગ સ્વચ્છ અને વાત પિત્ત તથા કફાદિથી રહિત હોય છે. વળી અજીર્ણ વગેરે શારીરિક રોગો ન હોવાથી કંઠનો ભાગ સ્પષ્ટ સ્વરવાળો હોય છે. આ રીતે કંઠમાં સ્વરની સુંદરતા - સૌમ્યતા અને મધુરતા હોય છે.
યોગદશાની પ્રાપ્તિ જો કે જ્ઞાનાવરણીય અને મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ય છે. અને શરીરમાં સુગંધ, કાન્તિ, પ્રસન્નતા તથા સુસ્વર ઇત્યાદિ શુભભાવો પુણ્યની ૪૨ પ્રકૃતિઓના ઉદયથી જન્ય (ઔદયિકભાવ) છે. આ રીતે જોતાં યોગસાધના અને ઔદયિકભાવના ગુણોને સીધો કોઈ સંબંધ નથી. પરંતુ વિશિષ્ટ યોગસાધના કરતાં કરતાં વિશિષ્ટ પુણ્યોદય પણ પ્રગટે છે. અને તેથી આવા શુભભાવો આવે છે. આવા શુભભાવો યોગની સાધનામાં સહાયક પણ બને છે. પાંચમી દૃષ્ટિના અન્ત આવા શુભ ભાવો યોગ પ્રભાવથી આવે છે. જેનાથી છઠ્ઠી કાન્તા દૃષ્ટિ પ્રગટ થાય છે. આવી ઉત્તમ પ્રકારની આત્મહિતની કથા સમજાવનારા વીર પરમાત્માના શાસનને ધન્ય છે. ધન્ય છે. |૧||
ધીર પ્રભાવી રે આગળ, યોગથી મિત્રાદિકયુત ચિત્તો લાભ ઇષ્ટનો રે ન્દુ-અધૃષ્યતા જનપ્રિયતા હોય નિત્ય
ધનવે ! રા ગાથાર્થ - (૯) ધર્યતા, (૧૦) પ્રભાવવત્તા(સામર્થતા), (૧૧) મૈત્રી આદિ ચારે ભાવનાઓથી યુક્ત એવું ચિત્ત, (૧૨) ઈષ્ટનો લાભ, (૧૩) દ્વન્ડો(જોડકાંઓ)થી અપરાભવતા, અને (૧૪) જનપ્રિયત્ન ઇત્યાદિ ઉત્તમ ભાવો આ યોગથી જીવને પ્રાપ્ત થાય છે. - વિવેચન - છઠ્ઠી કાન્તા દષ્ટિ એ પૂર્વની સ્થિરા દષ્ટિ કરતાં ઘણી અધિક અને વિશિષ્ટ છે. પાંચમી સ્થિરા દૃષ્ટિ સમ્યકત્વવાળા કાળમાં હોવાથી ચોથા ગુણઠાણે છે. અને છઠ્ઠી કાન્તા દૃષ્ટિ વિરતિધરને હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org