________________
૧૬૫
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ પ-૬-૭ એમ ત્રણ ગુણઠાણે આવે છે. આ ઢાળની પહેલી ગાથામાં કહેલા અચપળતાથી સુસ્વર સુધીના આઠ ગુણો કાન્તા દૃષ્ટિ આવતાં પહેલાં જેમ પૂર્વકાળમાં આવે છે. એવી જ રીતે આ ગાથામાં કહેલા ધીરતાથી પ્રારંભીને જનપ્રિયત્વ સુધીના છ ગુણો પણ કાન્તા દૃષ્ટિના પૂર્વકાળમાં જ આવે છે. જો કે પૂર્વદષ્ટિકાળે પણ ધીરતા અને પ્રભાવવત્તા(સામર્થ્યતા) ગુણો હતા, પરંતુ અહીં પાંચમી દૃષ્ટિના અંતે અતિશયપણે અધિક હોય છે.
વિરતિવાળાં ગુણઠાણાઓમાં વિષયોની ભૂખ નથી, વિષયોની આસક્તિ અને તમન્ના નથી, ઇન્દ્રિયો ઉપર પરિપૂર્ણ સંયમ છે. રોગાદિજન્ય દુઃખો નથી, અને કદાચ પૂર્વબદ્ધ કર્મોદયથી દુઃખો આવે તો આ મહાત્માઓ એ દુઃખોને દુઃખો માનતા નથી. તેથી તેઓની યોગસાધનામાં કોઈ જ વિપ્નો આવતાં નથી. કારણ કે પોતે જ અતિશય ધર્યવાળા અને સામર્થ્યવાળા જ બનેલા છે. કદાચ પૂર્વે બાંધેલા નિકાચિત કર્મના ઉદયથી ઉપસર્ગો અને પરિષહો આવે. જેમ ગજસુકુમાલમુનિ, અંધક મુનિ, મહાવીર પ્રભુ, સુદર્શન શેઠ વગેરેને વિપ્નો આવ્યાં છે. પરંતુ યોગસાધનાની ઉત્કટતાના કારણે ઘેર્યબળ અને સામર્થ્યબળનું પ્રાકટ્ય સવિશેષ હોય છે. તેથી યોગસાધનામાં સ્મલના થતી નથી. આવા ઉપસર્ગો અને પરિષહ વખતે બીજા સામાન્ય જીવો ટકી શકતા નથી. આ દૃષ્ટિમાં આવેલા મહાત્માઓ જ યોગબળના સામર્થ્યથી આવેલાં વિઘ્નો જીતીને પોતાની સાધનામાં સ્થિર રહે છે. તેથી પૈર્યતા અને પ્રભાવવત્તા અહીં સવિશેષ હોય છે.
ઉપરોક્ત બે ગુણોના કારણે જ પ્રતિકૂળતા આપનારા જીવો ઉપર પણ “તેઓનું પણ કલ્યાણ થજો” એવી મૈત્રીભાવના આ જીવોમાં હોય છે. તથા પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓ તેઓના જીવનમાં આત્મસાત્ થાય છે.
સર્વ જીવોના હિતની ચિંતા, કલ્યાણની ભાવના તે મૈત્રી ગુણવાન મહાત્માઓને જોઈને પ્રસન્ન થવું તે પ્રમોદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org