________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
સ્થિરા દૃષ્ટિ સમાપ્ત કરીને હવે આપણે છઠ્ઠી કાન્તા દૃષ્ટિનું વર્ણન શરૂ કરીએ છીએ. કાન્તા દૃષ્ટિ આવતાં પૂર્વે અને સ્થિરા દૃષ્ટિના અંતે આ મહાત્મામાં નીચે મુજબના ગુણો આવે છે. જે યોગાચાર્યોએ યોગના શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. આવા ગુણોની પ્રાપ્તિ થવી એ આગળ ઉપરના વિશિષ્ટ યોગદશાની પૂર્વભૂમિકારૂપ છે. તે ગુણો આ પ્રમાણે છેઅચપલ રોગરહિત નિષ્ઠુર નહીં, અલ્પ હોય દોય નીતિ। ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રમુખ પ્રવૃત્તિ I ધન ધન શાસન શ્રી જિનવરતણું. ॥૧॥
ગાથાર્થ - (૧) અચપલતા, (૨) રોગરહિતતા, (૩) નિષ્ઠુરતાનો અભાવ, (૪) બે નીતિની અલ્પતા, (૫) સારી ગંધ, (૬) કાન્તિ, (૭) પ્રસન્નતા, (૮) સ્વરમાધુર્યતા વગેરે ઉત્તમ ગુણોની પ્રવૃત્તિ હોય છે. પરમાત્મા શ્રી મહાવીરદેવનું શાસન ખરેખર ધન્યથી પણ ધન્ય છે. ||૧||
વિવેચન – મનોજ્ઞ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચે પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો છે. ઇન્દ્રિયો સદા તે સુખો તરફ આકર્ષાયેલી જ રહેતી હતી. તેથી તે સુખોના અને સુખસાધનોના સંયોગ - વિયોગને લીધે આકુળતા-વ્યાકુળતા, હર્ષ-શોક, રાગ-રીસ અને તજ્જન્ય ચિત્તની અસ્થિરતા, વિષયોની પ્રાપ્તિ માટે આમ કરૂં કે તેમ કરૂં ? ઇત્યાદિ વિચારોમાં આ જીવ અથડાયા કરતો હતો, વેદ્યસંવેદ્ય પદના પ્રભાવથી અને સમ્યક્ત્વગુણની પ્રાપ્તિથી તથા તાત્ત્વિક સૂક્ષ્મબોધ થવાથી પરમાત્માના શાસન ઉપર પ્રીતિ શ્રદ્ધા અતિશય દૃઢ બની છે. યથાર્થ જ્ઞાન અને દૃઢ શ્રદ્ધાના બળે મુક્તિપ્રાપ્તિની ઇચ્છા ઉત્કટ બનતી જાય છે. વિષયો તરફની ઇચ્છા એ મુક્તિની ઇચ્છાની વિરોધિની છે. મુક્તિની
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org