________________
પાંચમી સ્થિરા દૃષ્ટિ
૧૫૯
અને સાતમા આદિ ગુણઠાણાં આવશે ત્યારે તો આ આત્માની પરિણતિ કેવી સુંદર થશે ?
આ ઢાળ ઉપરથી સમજાશે કે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલાં સુખો અને તેના ઉપાયો તરફનો રાગ દૂર ન થાય તો કોઈપણ રીતે મુક્તિની પ્રાપ્તિ શક્ય નથી. તેથી “ચિદાનંદધન સુયશવિલાસી' જ્ઞાનના આનંદમાં મગ્ન રહીને આત્માના યશસ્વી જીવન જીવનારા મહાત્માઓને આ જગતનો એક પણ પદાર્થ લલચાવી શકે તેમ નથી. તેથી તે મહાત્માઓને જગતના કોઈપણ પદાર્થની આશા હોતી નથી. ॥૬॥ પાંચમી દૃષ્ટિ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org