SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આઠ દૃષ્ટિની સઝાય વાર જ્ઞાનના આનંદનો અનુભવ કર્યો છે, તેને શબ્દાદિ સંબંધી પાંચ ઇન્દ્રિયોના વિષયસુખમાં પ્રીતિ થતી નથી. આ પ્રમાણે ચિદાનંદનો એટલે જ્ઞાનમય સુખના આનંદનો સમૂહ માણવાથી આ જીવ સદ્ગુણી બને છે, સદાચારી બને છે. સંસ્કારી જીવનયુક્ત બને છે. તેથી ચારે તરફ તેનો યશવિસ્તાર વધે છે. તે જીવ યશનો જ વિલાસી (માત્ર યશનો જ અનુભવ કરનાર) બને છે. સુંદર કોટિના યશને જ પ્રાપ્ત કરનાર બને છે - જે જીવને સાચા હીરા-માણેક-મોતી-પન્નાના અને સોનાના વિવિધ અલંકારો પહેરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તે જીવને અલ્પ કિંમતવાળા ચાંદીના કે ખોટા હીરાના અલંકારો પહેરવાનું મન કેમ થાય ? તેવી જ રીતે જે મહાત્માઓને સૈકાલિક ધ્રુવ આત્મતત્ત્વના અવિનાશી અને પારમાર્થિક એવા જ્ઞાનાદિ ગુણોના આનંદનો એકવાર પણ અનુભવ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા આ મહાત્માને જગતના કોઈપણ ભૌતિક પદાર્થોની આશા હવે કેમ હોય ? આત્મા અને આત્માના ગુણો વિના આ જગતના સર્વે પદાર્થો આત્માના હિતને કરનારા નથી. મોહ માત્ર ઉત્પન્ન કરનારા છે. અને તેથી ભવની પરંપરા વધારનારા જ છે. આવું સમજાયા પછી તેવા કોઈપણ સુખની આશા આ જીવ કેમ કરે ? અર્થાત્ ન જ કરે. આ સ્થિરા દૃષ્ટિનો મુખ્ય પ્રભાવ છે કે અનાદિકાળથી આ જીવ વિષયસુખને જ આધીન હતો, તેના કારણે આત્માના સ્વરૂપનો કોઈપણ વિચાર જ આવતો ન હતો. તેના બદલે હવેથી આત્માના ગુણોના જ વિચારો આવે છે. એટલું જ નહીં. પરંતુ તેનો જ સાચો આનંદ લાગે છે. અત્યારસુધી રસપૂર્વક કરેલી પ્રવૃત્તિમાં હવે રસ નથી. અને જેમાં બીલકુલ રસ ન હતો, તેમાં હવે રસની કોઈ સીમા નથી. આત્માની આ એક અપૂર્વ સિદ્ધિ છે. અને તે વેદ્યસંવેદ્ય પદથી આવી છે. હજુ આ જીવ ચોથા ગુણઠાણે જ છે. તો પછી પાંચમા - છઠ્ઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy