________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૮૩ -આત્મતત્ત્વની વિચારણા. હું કર્મોના બંધનથી કેમ છૂટું ? મારા ગુણોને કેમ મેળવું ? એવી ઉત્તમ વિચારણાઓ તથા તદનુસાર પ્રવર્તન પોતાનામાં પૂરે છે. લાવે છે. તેને પૂરકભાવપ્રાણાયામ કહેવાય છે. જેમ શરીરમાંથી મલીન શ્વાસને દૂર કરી શુદ્ધ શ્વાસ પૂરાય છે. જામ થયેલા મલને દૂર કરી પુષ્ટિકારક અન્ન ઉમેરાય છે. તેમ મોહ અને અજ્ઞાનજન્ય અશુભભાવોને દૂર કરી સ્વભાવદશાની રમણતારૂપ ઉત્તમભાવો આ આત્મામાં પૂરાય છે.
આ ગુણ આવવાથી બાહ્યભાવોની વિમુખતા અને આત્મિકભાવોની સન્મુખતા વધે છે. મારે મારા આત્માને ગુણીયલ બનાવવા અને આવેલા ગુણોની સ્થિરતા મેળવવા માટે ક્રોધ-માન-માયા-લોભ-દંભ-આસક્તિ-સ્પૃહા - તૃષ્ણા - રાગ -દ્વેષ - આદિ દુર્ગુણો રૂપ બાહ્યભાવ મારે છોડવો જ જોઈએ, પૌગલિક સુખનો અને સુખના ઉપાયોનો રાગ મારામાં ઉપરોક્ત બાહ્યભાવો લાવે છે. માટે તેને ત્યજીને ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષનિષ્કપટવૃત્તિ-વૈરાગ્ય આદિ ઉત્તમ ગુણોરૂપ અભ્યત્તરભાવનું મારા આત્મામાં પૂરણ કરું કે જેથી પ્રાપ્તગુણોની સ્થિરતા વધે. આ પ્રમાણે ઉત્તમ ભાવોનું આત્મામાં લાવવું ઉમેરવું તે પૂરક ભાવ પ્રાણાયામ.
જેમ ઘડામાં ભરાયેલું જલ ઘડો પકવેલો અને મજબૂત હોવાથી તેમાં સ્થિર રહે છે. નીકળી જતું નથી. તેની જેમ શરીરમાં શુદ્ધ શ્વાસને ભરી રાખવો, સ્થિર કરવો તે કુંભક દ્રવ્ય પ્રાણાયામ. એ જ પ્રમાણે આ આત્મામાં આજ સુધી સાધેલી સાધનાને(સિદ્ધિને) અને પ્રાપ્ત કરેલા ગુણોને બરાબર સ્થિર કરવા. સદ્ગના સંયોગે અને તેઓએ આપેલ ધર્મદેશનાના શ્રવણ દ્વારા આ આત્માને પણ પકવેલા ઘડા જેવો મજબૂત બનાવી તેમાં ગુણોને(ઉત્તમ ભાવોને) સ્થિર કરવા તે કુંભક ભાવ પ્રાણાયામ.
આત્માની જ્યારે દૃષ્ટિ ઉઘડે છે. સંસાર કારમો ઝેર જેવો લાગે છે. ચારે તરફ અનેક ઉપાધિઓથી દુ:ખોની જ પરંપરા દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org