________________
૮ ૨
આઠ દૃષ્ટિની સઝાય “બાહ્યભાવ” કહેવાય છે. તે બાહ્યભાવો આ જીવને અનંત જન્મમરણવાળા ભવભ્રમણમાં રખડાવનાર છે. તેના ત્યાગ વિના આત્મકલ્યાણ શક્ય જ નથી. એવું બરાબર સમજાઈ ચૂક્યું છે.
તેથી ચોથી દૃષ્ટિમાં આવતાંની સાથે જ પૌદ્ગલિક સુખના ભાવો અને તેના પ્રત્યેની આસક્તિરૂપે બાહ્યભાવો આ જીવ પોતાની પ્રકૃતિમાંથી જ દૂર કરવાનો પ્રયત્ન આદરે છે. જે રેચક ભાવ પ્રાણાયામ કહેવાય છે. જેમ શરીરમાં રહેલા મલીન શ્વાસને બહાર કઢાય છે. અથવા શરીરમાં જામ થયેલા મલને એરંડીયાના તેલ આદિનો રેચ (ઝુલાબ) લઈને પણ બહાર કઢાય છે. તેને દ્રવ્યરેચક કહેવાય છે. કારણ કે મલીન શ્વાસ અને જામ થયેલ મલ દ્રવ્ય સ્વરૂપ (પદાર્થ સ્વરૂપ) છે. અને શરીરને બગાડનાર છે. તેની જેમ આ આત્મામાં અનાદિકાલીન મોહના પારdયથી જે જે
અનાત્મદશાના” ભાવો છે તે સર્વે ભાવો બાહ્યભાવો - પરભાવદશાના ભાવો છે. આ સર્વે આત્માની અશુભ પરિણતિપરિણામ સ્વરૂપ હોવાથી ભાવાત્મક છે. દ્રવ્યાત્મક નથી.
સદ્ગુરુ પાસેથી મળતા જ્ઞાન દ્વારા આ સાધક આત્મા પોતાના આત્મામાં રહેલા આ ભાવાત્મક મલોને રેચ(જુલાબ) લગાડે છે. તેથી તેને રેચક નામનો સૌથી પ્રથમ ભાવ પ્રાણાયામ કહેવાય છે. આ મલો આત્માનું અહિત કરનાર છે. આ જીવ અનાદિકાળથી પગલિક સુખના સારા-નરસા ભાવમાં રમ્યા કર્યો છે. મનગમતી ઈષ્ટ વસ્તુઓનો સંયોગ થતાં રાગદશામાં અને અણગમતા ભાવો મળતાં દ્વેષભાવમાં પરિણામ પામ્યો છે. જેનાથી જન્મ-મરણની પરંપરા વધારી છે. હવે તે અશુભ ભાવોને ત્યજે છે. આ રેચક ભાવ પ્રાણાયામ છે.
જેમ જેમ બાહ્યભાવોનો રેચ લાગે છે. અશુભભાવો આ આત્મામાંથી દૂર થાય છે. તેમ તેમ આ આત્માને આત્માના ભાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org