________________
૧ ૨૭
ચોથી દીપ્રા દૃષ્ટિ સદનુષ્ઠાન કોને કહેવાય ? તે સમજાવે છે - આદર ક્રિયા - રતિ ઘણીજી, વિઘન ટળે મીલે લચ્છી | જિજ્ઞાસા બુધસેવનાજી શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છે છે
મનમોહન૦ /૧૭ ગાથાર્થ - આદર, ક્રિયામાં ઘણો પ્રેમ, વિષ્નાભાવ, લક્ષ્મીની પ્રાપ્તિ, જિજ્ઞાસા, અને બુધ પુરુષોની સેવા, આ છે શુભકૃતિનાં (સદનુષ્ઠાનનાં) પ્રત્યક્ષ લક્ષણો છે. II૧ળા - વિવેચન - “સદનુષ્ઠાન” શબ્દ ઉપરની ગાથામાં આવ્યો છે. અસંમહાનુષ્ઠાન તેને કહેવાય કે જે સદનુષ્ઠાનયુક્ત હોય. એટલે સદનુષ્ઠાન સમજવું પણ જરૂરી છે. તેનાં કુલ ૬ લક્ષણો જૈનશાસ્ત્રોમાં કહ્યાં છે.
(૧) આદર - અનુષ્ઠાન આચરવામાં પ્રયત્નાતિશય તે આદર કહેવાય છે. આપણી શક્તિ કરતાં વધારે કરવાનું મન થાય, ત્યારે સમજવું કે તે ક્રિયામાં આદર છે. આપણને જે ધર્માનુષ્ઠાન પ્રત્યે આદરભાવ હોય છે, ત્યાં કોઈપણ જાતની પ્રેરણા વિના પણ આપોઆપ જ તે કાર્ય સવિશેષ કરવા આ જીવ પ્રયત્ન કરે છે. જીવ પોતાની શક્તિનો વિચાર પણ ત્યાં કરતો નથી. મુમુક્ષુ આત્માએ ઉત્તમ અનુષ્ઠાન પ્રત્યે આદરભાવ રાખવો જોઈએ, અનાદરભાવ એ યોગમાર્ગમાં મહાપાપ સ્વરૂપ છે. કારણ કે અનાદરભાવના કારણે જ અવિધિ, બીન-ઉપયોગદશા, કાલાદિની અનિયમ અને ભાવરહિતતા ઇત્યાદિ દોષો ઉદ્ભવે છે. મહાપુણ્યોદયે પ્રાપ્ત થયેલું આ ઉત્તમ અનુષ્ઠાન અનાદરના કારણે અસદનુષ્ઠાન બની જાય છે. તેથી હૃદયના પ્રેમપૂર્વક તે તે ઉત્તમ અનુષ્ઠાન આચરવામાં ઘણો જ ઘણો ઉદ્યમ કરવો તે “આદરભાવ” આ પ્રથમ લક્ષણ છે.
(૨) ક્રિયામાં રતિ - પ્રાપ્ત થયેલાં અનુષ્ઠાન આચરવામાં ઘણો જ રાગ તે સદનુષ્ઠાનનું બીજું લક્ષણ છે. જે વસ્તુ દુર્લભ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org