________________
૨૧૨
આઠ દૃષ્ટિની સઝાય અને વિહાર કરવા વડે માત્ર પરોપકાર જ કરવા દ્વારા પસાર કરે છે. અને ભવોપગ્રાહી એવાં વેદનીયાદિ ચાર અઘાતી કર્મોને ખપાવે છે. તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકમાં જ રહ્યા છતા ઘણાં ઘણાં અઘાતી કર્મો ખપાવે છે. તેરમા ગુણસ્થાનકનો એક અંતર્મુહૂર્તકાળ માત્ર બાકી રહે ત્યારે આયોજિકાકરણ કરીને જો આયુષ્યકર્મ કરતાં વેદનીયાદિ ત્રણ કર્મો વધારે હોય, તો કેવલી સમુદ્દઘાત કરીને મનવચન અને કાયાના યોગોનો વિરોધ કરે છે. કારણ કે યોગ હોવાથી સાતાવેદનીયનો આશ્રવ થાય છે. તેથી યોગ નિરોધ કરી અયોગી અવસ્થાને (ચૌદમા ગુણસ્થાનકને) પામેલા એવા આ મહાયોગી પુરુષ અતિશય અલ્પકાળમાં જ શિવસુખ (મુક્તિ સુખ) ને પામે છે.
ઘાતી અને અઘાતી એમ બન્ને પ્રકારનાં કર્મો આત્માના ગુણોનાં અવરોધક હોવાથી અભ્યન્તર શત્રુ છે. અને તે તે કર્મોના ઉદયથી લોકોની સાથે થયેલ વૈમનસ્યોથી તે લોકો બાહ્યશત્રુ છે. પરંતુ કર્મોનો નાશ થવાથી અભ્યત્તર અને બાહ્ય એમ બન્ને પ્રકારના સર્વ શત્રુઓનો અહીં ક્ષય થાય છે. તથા શારીરિક રોગો તે દ્રવ્યરોગો છે. અને કામ-ક્રોધાદિ વિકારો અને સર્વ વાસનાઓ એ ભાવરોગો છે. વેદનીય અને મોહનીયકર્મનો નાશ થયો હોવાથી આ યોગીમહાત્માઓ સર્વ દ્રવ્યરોગોના અને સર્વ ભાવરોગોના સર્વથા ક્ષયવાળા બન્યા છતા આત્માના શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર એવા સ્વસ્વરૂપના અનંતસુખને અનુભવનાર બને છે. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની સર્વ સમીહા (સર્વ ઇચ્છાઓ) અહીં પૂર્ણ થાય છે.
મુક્તિનું સુખ કેવું છે ? તે શબ્દોથી અવર્ણનીય છે. માત્ર અનુભવથી જ ગમ્ય છે. તેથી કહે છે કે આ સંસારમાં સુખના સાધનભૂત જે જે પદાર્થો છે, તે સર્વે પદાર્થોનો ધારો કે સંયોગ થઈ જાય અને તેનાથી જે સુખ થાય, તે સુખ કરતાં પણ મુક્તદશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org