________________
૨૧૩
આઠમી પરા દૃષ્ટિ અનંતગણું સુખ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલું વિશાળ, અમાપ, શાશ્વત સુખ હોવા છતાં પણ આ આત્મા નિરીહ (
નિસ્પૃહ)ઇચ્છાઓથી સર્વથા રહિત છે. સંસારી લોક ઇચ્છાઓથી ભરપૂર હોય છે. તેને ખ્યાલ આવે કે આ વસ્તુ મળવાની નથી જ, છતાં પણ તેની ઇચ્છા વિરામ પામતી નથી. જ્યારે આ મહાત્માઓને આત્મિક સર્વ સંપત્તિ મળી હોવા છતાં સર્વથા નિરીહ હોય છે. આ જ આ મહાત્માઓની મોટી સિદ્ધિ છે. “ઇચ્છા” એ જ પાપનું મૂળ છે એવું સમજનારા આ મહાત્માઓએ સ્થિરા દૃષ્ટિમાં આવ્યા પછીથી સમ્યક્ત્વ અને વેદ્યસંવેદ્યપદના પ્રતાપે ઇચ્છાનો જ નાશ કરવાની આરંભેલી યાત્રા અહીં સમાપ્ત થાય છે. અને જાણ કરવા લાયક સર્વ સાધના સાધી લીધી છે એમ કૃતકૃત્ય થયેલા આ યોગીઓ સર્વત્ર નિઃસ્પૃહદશાવાળા હોય છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે -
क्षीणदोषोऽथ सर्वज्ञः, सर्वलब्धिफलान्वितः । परं परार्थं सम्पाद्य, ततो योगान्तमश्रुते ॥१८५॥ तत्र द्रागेव भगवानयोगाद् योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा, निर्वाणं लभते परम् ॥१८६॥
અર્થ - ક્ષીણ થયા છે સર્વ દોષો જેના એવા અને સર્વ લબ્ધિઓના ફળથી સંયુક્ત એવા સર્વજ્ઞ ભગવાન્ શ્રેષ્ઠ એવો પરોપકાર કરીને ત્યારબાદ યોગનિરોધવાળી અવસ્થાને પામે છે.
ત્યાં જલ્દી જલ્દી શ્રેષ્ઠ એવી યોગદશાના પ્રતાપે અયોગી ગુણસ્થાનકને પામીને ભવરૂપ વ્યાધિનો ક્ષય કરીને સર્વોત્તમ એવું નિર્વાણપદ પ્રાપ્ત કરે છે. ll૧૮૬)
અનાદિકાળની મોહની તીવ્રતા રૂપ “ઓઘદૃષ્ટિમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org