________________
ઉત્થાનદોષનો ત્યાગ અને પ્રાણાયામ નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે. મોહના ઉદયજન્ય બાહ્યભાવોને રેચ લાગવારૂપ રેચકભાવ પ્રાણાયામ, મોહના ક્ષયોપશમ રૂપ આન્તરભાવોને પૂરવા સ્વરૂપ પૂરકભાવ પ્રાણાયામ, અને આજસુધીની આવેલી શુદ્ધિને સાચવી રાખવા રૂપ કુંભકભાવ પ્રાણાયામ આ દૃષ્ટિમાં પ્રગટ થાય છે.
ધર્મ ઉપર એટલો બધો પ્રેમ ગાઢ થઈ જાય છે કે ધર્મ ખાતર પ્રાણ ત્યજે છે પરંતુ પ્રાણો ખાતર ધર્મ ત્યજતો નથી. એવો આ ચોથી દૃષ્ટિનો મર્મ(પ્રભાવ) છે. આ આત્મામાં જે જે યોગનાં બીજ વવાયાં છે. તેને તત્ત્વશ્રવણ કરવા રૂપી મધુર જલથી સિંચન કરવા દ્વારા તેનો પ્રરોહ થાય તેમ વર્તે છે. ખારા પાણીના સિંચનરૂપ સાંસારિકવૃત્તિઓનો આ જીવ ત્યાગ કરે છે અને આવું કલ્યાણકારી તત્ત્વ સમજાવનારા ગુરુજીની સવિશેષ ભક્તિ કરે છે. પાપો ઉપરની ધૃણા ઘણી છે. એટલે કોઈ પણ પાપ પ્રવૃત્તિ કરવી પડે તો તે તપેલા લોઢા ઉપર પગ મુકવા બરાબર છે. એમ સમજીને જાણે છેલ્લી જ પાપ પ્રવૃત્તિ હોય તેમ વર્તે છે. આ ચોથી દૃષ્ટિનો પ્રતાપ છે.
અનાદિકાળથી આ જીવને અવેદ્યસંવેદ્યપદ જ વર્તે છે. તેથી જ તે જીવ ભવાભિનંદી કહેવાય છે. આ પદ વજ જેવું કઠણ છે. તે આ ત્રણ દૃષ્ટિઓ દ્વારા શિથિલ થતાં થતાં આ ચોથી દષ્ટિથી ભેદતું જાય છે. જેથી પાંચમી દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદ આવશે. મુક્તિના કારણોને બરાબર મુક્તિનાં કારણી તરીકે જાણે છે અને સંસારનાં કારણોને બરાબર સંસારનાં કારણો તરીકે જાણે છે. એવા સ્થાનને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આ પદ ન આવે ત્યાં સુધી જીવ ભવાભિનંદી કહેવાય છે.
ભવાભિનંદી જીવ લોભી, કૃપણ, દયાપાત્ર, માયાવી, માત્સર્યયુક્ત, ભયયુક્ત, નિષ્ફળકાર્યારંભી અને અજ્ઞાની એમ મુખ્ય આઠ દોષોવાળો હોય છે. ભવાભિનંદી જીવમાં રહેલું આવું કઠોર જે અવેદ્યસંવેદ્યપદ છે. તે સજ્જન પુરૂષોની (સાધુપુરુષોની) સંગતિથી (સત્સંગથી) અને આગમશાસ્ત્રોના અભ્યાસથી જીતી શકાય છે. જ્યારે આ પદ જીતાય છે, ત્યારે જ્ઞાનીઓના વચનો ઉપર અતિશય પ્રેમ અને વિશ્વાસ બેસી જાય છે. જેથી કુતર્કો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org