________________
ચોથી દીપ્રા દૃષ્ટિ જ્ઞાન તે “સૂમબોધ” કહેવાય છે. આવા પ્રકારનો અનેકાન્તવાદના વિષયવાળો સૂક્ષ્મબોધ “વેદ્યસંવેદ્યપદ” માં જ આવે છે. કર્મબંધ અને સંસારવર્ધક કારણોને હેયપણે જાણીને તેમાં અપ્રવર્તન કરવાની બુદ્ધિપૂર્વક થયેલું આગમાનુસારી જે જ્ઞાન, તથા શિવપદ(મુક્તિ)નાં કારણોને ઉપાદેયપણે જાણીને તેમાં પ્રવર્તન કરવાની બુદ્ધિપૂર્વક થયેલું આગમાનુસારી જે જ્ઞાન તે “વેદ્યસંવેદ્યપદ” છે. આ પદ જ આત્માને કલ્યાણ કરાવનારૂં છે. આત્માને ઊભા રહેવા માટેનું આ જ સાચું સ્થાન છે, તેથી તેને જ યથાર્થ “પદ” (પગ મુકવાની જગ્યા) કહેવાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકના અન્તિમકાળમાં જીવને આવા પ્રકારના વેદસંવેદ્ય પદને પામવાની તીવ્ર ઉત્કંઠા જાગે છે. અને પોતે અનાદિકાળથી જે અવેદ્યસંવેદ્યપદમાં રહેલો છે. તેના પ્રત્યે ભારોભાર ખેદતિરસ્કાર અને ત્યજવાની ભાવનાનું જોર વધે છે.
આવા ઉત્કટ પરિણામોની ધારાના બળે જ આ જીવ અનાદિની ગૂઢ અને દુર્ભેદ્ય એવી પણ રાગ-દ્વેષની ગ્રન્થિનો ભેદ કરે છે. આ બળ જ આત્માને સમ્યત્વ પ્રાપ્ત કરવાની ભૂમિકા સર્જ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે
अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः। पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥७२॥
અર્થ - અવેદ્યસંવેદ્યપદ એ પરમાર્થથી અપદ છે. અને વેદ્યસંવેદ્યપદ એ યોગી આત્માઓને માટે પદ છે. (અર્થાત્ પગ મુકવાની-ઉભા રહેવાની જગ્યા છે.) II૬ /
વેદ્યસંવેદ્ય પદ ક્યારે આવે ? શાનાથી આવે ? અને તે આવે ત્યારે આ જીવની પાપપ્રવૃત્તિ કેવી હોય ? આ ત્રણે બાબતો આગળ આવતી ગાથામાં જણાવે છે. આ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org