________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
વિવેચન યોગબીજની પ્રાપ્તિ થાય છે તે ગ્રંથકારશ્રી જણાવે છે
(૫) દ્રવ્યથી અભિગ્રહોનું પાલન સાધુસંતોના સતત સહવાસ, પરિચય અને ઉપદેશશ્રવણ દ્વારા હૃદયમાં સંસાર ઉપર ઉદ્વેગ પ્રગટ થયેલો છે. પરંતુ સંસાર ત્યજી સર્વવિરતિભાવ ધારણ કરે તેવો તીવ્ર વૈરાગ્ય હજુ પ્રગટ્યો નથી. પરંતુ હૈયામાં ત્યાગ તરફની પ્રીતિ થયેલી છે. તેથી આહાર, વિગઈ, વગેરેના ત્યાગનો, રાત્રિભોજનના ત્યાગનો, અભક્ષ્ય-અનંતકાયના ત્યાગનો, તથા છુટા-છવાયા નાના-મોટા અભિગ્રહો લેવા-પાળવાનો યથાશક્તિ નિયમ આ દૃષ્ટિવાળા જીવમાં આવે છે. પરંતુ આ જીવે હજુ ગ્રન્થિભેદ કર્યો નથી. સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણ-પ્રાપ્તિ કરી નથી. તેથી આ અભિગ્રહોનું ગ્રહણ અને પાલન દ્રવ્યથી કહેવાય છે. ભાવથી અભિગ્રહોનું ગ્રહણ-પાલન સમ્યક્ત્વ-પ્રાપ્તિ પછી થાય છે. આ રીતે યથાશક્તિ પણ નિયમો, અભિગ્રહો અને પચ્ચક્ખાણોનું દ્રવ્યથી ગ્રહણ અને પાલન અહીં આવે છે.
૩૧
આ દૃષ્ટિમાં વર્તતા જીવને અન્ય પણ જે
Jain Education International
=
(૬) ઔષધ પ્રમુખનું દાન = સર્વ વિરતિધર મહાત્માઓ પ્રત્યે હાર્દિક પૂજ્યભાવ - પ્રેમભાવ પ્રગટ થયો છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ આવ્યો હોવાથી તેના ઉપાયભૂત સાધુ-સંતો, અને તેઓ તરફથી થતો ધર્મોપદેશ અતિશય રુચિ ગયો છે. તેના પ્રભાવથી ચિત્ત ત્યાગી મહાત્મા પ્રત્યે આકર્ષાયેલું છે. આ જ મારા આત્માનું કલ્યાણ કરનારા છે. એવું સમજાયું છે. તેથી તેઓને ઔષધ પ્રમુખનું ભાવથી (હૃદયના પ્રેમ પૂર્વક) દાન કરે છે. વસ્ત્ર-પાત્ર-ઔષધ-વસતિ અને આહાર તથા ઉપયોગી ઉપકરણો આદિનું દાન કરી કૃતાર્થ થવા ઈચ્છે છે. પછી તે સાધુ મહાત્મા ગમે તે સમુદાયના હોય, ગમે તે ગચ્છના હોય કે ગમે તે સંપ્રદાયના હોય. પરંતુ સંસારના ત્યાગી-વૈરાગી હોય અને
For Private & Personal Use Only
www.jainelibrary.org