SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આઠ દૃષ્ટિની સજ્ઝાય દુષ્કર છે. (૮) મૃત્યુ દિનપ્રતિદિન સન્મુખ આવી રહ્યું છે. (૯) આપત્તિકાલે કોઈ સાચું શરણ નથી. માટે મારે ધર્મસાધન જ કરવું ઉચિત છે. અન્ય પ્રયોજનો વડે મારે સર્યું. આ ધર્મસાધનમાં જયત્ન કરૂં. અહીં ઉપેક્ષા કરવી સારી નથી. આ દેવ-ગુરુનો યોગ ફરીથી મળવો દુષ્કર છે. આવા પ્રકારનો સંસાર ઉપર નિર્વેદભાવ હૃદયમાં વર્તે છે. જો કે આ ગાથામાં (૧) જિનેશ્વરને શુદ્ધ પ્રણામ, (૨) ભાવાચાર્યની સેવા, (૩) અને ભવ-ઉદ્વેગ એમ ત્રણ જ યોગબીજ જણાવ્યાં છે. તો પણ અન્ય ગ્રંથોના આધારે બીજાં પણ યોગબીજ અહીં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - (૪) સંશુદ્ધ ચિત્ત = મનની અતિશય નિર્મળતાપવિત્રતા, એટલે કે પરમાત્માદિ ઉપકારક ભાવો ઉપર અત્યન્ત ઉપાદેય બુદ્ધિ, આહાર-ભય-મૈથુન-પરિગ્રહ આદિ મોહજન્ય સંજ્ઞાઓનો ચિત્તમાંથી ત્યાગ, અને સાંસારિક સુખોની કામનારહિત ચિત્ત આવા ત્રણ ગુણોવાળું જે ચિત્ત તે સંશુદ્ધ ચિત્ત આ દૃષ્ટિવાળાને હોય છે. ટા દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે। આદર આગમ આશરી, લિખનાદિક બહુમાને રે ।।૯।। વીર જિનેસર દેશના. ગાથાર્થ - દ્રવ્યથી અભિગ્રહો પાળવાનું, સાધુસંતોને ઔષધ વગેરેનું દાન કરવાનું, આગમોને આશ્રયી આદરમાન, અને બહુમાનપૂર્વક આગમો લખાવવાનું કામ. વગેરે યોગબીજ આ જીવને હોય છે. ૯।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy