________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
૨૯ (૨) તથા ભાવાચાર્ય (પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તનારાભાવથી ઉત્તમ આચારો પાળતા અને પળાવતા એવા આચાર્યોની હૃદયના ભાવપૂર્વક સેવા-ભક્તિ અને વૈયાવચ્ચ કરે છે. આ જ વ્યક્તિઓ મારા આત્માનું હિત કરનારી છે. તેમના સદુપદેશાદિથી જ મારા આત્માનું કલ્યાણ થવાનું છે. આવા ઉપકારીઓની શું સેવા કરી લઉં ? ઇત્યાદિ ઉત્તમ વિચારો પૂર્વક આચાર્યોની સેવાભક્તિ-વૈયાવચ્ચ-ઔષધદાન-વસ્ત્ર-પાત્ર-આહારાદિનું દાન, ઈત્યાદિ સેવા કરે છે. આ સંસારમાં અનેકવિધ જીવો છે. તેમાં કોઈ કોઈ જીવો બીજાને દુઃખ આપનારા છે. અને કોઈ કોઈ જીવો બીજાને સુખ આપનારા છે. પરંતુ તેઓ જે સુખ આપી શકે છે, તે સુખ ક્ષણભંગુર-અસાર-તુચ્છ અને પરાધીન છે. જેથી વાસ્તવિક સુખ જ નથી. પારમાર્થિક અનંતકાળ સુધી રહેનાર અને સ્વાધીન સુખ આત્માની પરમશુદ્ધદશાની પ્રાપ્તિમાં જ છે, તેની પ્રાપ્તિ આવા ગીતાર્થ સંવેગ પાક્ષિક આચાર્યોના વ્યાખ્યાનશ્રવણ અને પરિચયથી જ સાધ્ય છે. તેથી શક્ય બને તેટલી તેઓની સેવા કરી લઉં.
(3) ભવો ગ = તથાભવ્યત્વ પાકવાથી, મુક્તિ પ્રત્યે અદ્વેષ ભાવ પ્રગટ થવાથી, સતત સાધુસંતોના પરિચયથી, વારંવાર વ્યાખ્યાન શ્રવણથી અને નિરંતર જ્ઞાનાભ્યાસથી આ ભવ ઉપરએટલે સંસાર ઉપર નિર્વેદ ભાવ હૃદયમાં પ્રગટે છે. અને આ પ્રમાણે વિચારો કરે છે કે- (૧) આ જીવલોક ઇન્દ્રજાલતુલ્ય અસાર-તુચ્છ છે. (૨) પાંચ ઇન્દ્રિયોના વિષયો વિષતુલ્ય છે. (૩) સંસારમાં આવતું દુઃખ વજના જેવું કઠણ છે. (૪) પ્રિય લોકોના (સગાં-વહાલાંના) સમાગમો ચંચળ- નાશવંત છે. (૫) સંપત્તિ વિજળીના ચમકારાની જેમ અસ્થિર છે. (૬) પ્રમાદ ભયંકર છે અને મહાદુર્ગતિનો હેતુ છે. (૭) મનુષ્યભવ-આર્યકુલ આદિ અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org