________________
૧૨૧
જ સંસારી દેવા
છે. અને તે
, બ પ્રકારની
વિચિત્ર
ચોથી દીપ્રા દૃષ્ટિ
તથા “સર્વજ્ઞ એક-સમાન જ છે” આ બાબતમાં બીજી પણ એક સુંદર યુક્તિ (દલીલ) તે જીવને સમજાય છે કે - જેમ સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે તેવી રીતે “તેહના જે વળી દાસ” તે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના જે દાસ - સેવક દેવો છે. એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની સેવા કરનારા એવા જે લોકપાલાદિ (સંસારી-ચાર નિકાય)ના દેવો છે તેવા સંસારી દેવોની પણ ભક્તિ શાસ્ત્રોમાં વર્ણવેલી છે. અને તે બન્ને પ્રકારના દેવોની ભક્તિ પણ બે પ્રકારની કહી છે. સંસારી દેવોની ભક્તિ ચિત્રવિચિત્ર(અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રકારની) કહી છે. અને વીતરાગ સર્વજ્ઞ ભગવંતની ભક્તિ અચિત્ર(ચિત્ર-વિચિત્રતા વિનાની) કહી છે. હવે જો વીતરાગ સર્વજ્ઞ દેવ પણ સંસારી દેવોની જેમ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા હોત તો તેઓની ભક્તિ પણ લોકપાલાદિની જેમ ચિત્ર-વિચિત્ર શાસ્ત્રોમાં કહી હોત. પરંતુ અચિત્ર કહી છે. તેથી પણ સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ એક-સમાન છે. સંસારી દેવાની ભક્તિમાં કોઈ દેવને લોકો સુખડી ધરાવે, કોઈ દેવને લોકો તેલ-સિન્દુર ચડાવે, કોઈ દેવોને લોકો શ્રીફળ ધરાવે, કોઈ દેવને લોકો ભિન્ન ભિન્ન રંગની ધજા ચડાવે. એમ સંસારી દેવોમાં ભક્તિ ચિત્ર-વિચિત્ર છે. પરંતુ વીતરાગ સર્વજ્ઞ દેવની ભક્તિ ફક્ત એક જ પ્રકારની છે. અને તે “શમપ્રધાના” વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ સમતા ગુણ મેળવવા વડે કહેલી છે. આપણા જીવનમાં જેટલો “સમતાગુણ” પ્રાપ્ત કરીએ એ જ વીતરાગ દેવની ભક્તિ છે. આ જ વાત ગ્રંથકાર મહર્ષિ આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. I૧૪
દેવ સંસારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર ! એક રાગ પર દ્વેષથીજી, એક મુગતિની અચિત્રો -
મનમોહનO I૧પો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org