________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ કાળ બાકી રહે છે અને તે ચરમાવર્તમાં પણ ઘણો કાળ ગયે છતે બહુ ભાવમલ(મોહની તીવ્રતા) દૂર થયે છતે યોગની આ દૃષ્ટિ શરૂ થાય છે. તે પહેલાં તો સંસાર, સંસારના સુખો અને સંસારના સંબંધો જ સારા લાગે છે. આત્મા કે આત્મસ્વરૂપની જાણકારી પણ હોતી નથી. તેને ઓઘદૃષ્ટિ કહેવાય છે. અનાદિકાલીન ઓઘદૃષ્ટિ હોવા છતાં જેમ જેમ તથાભવ્યતા પાકવાનો કાળ નજીક નજીક આવે છે તેમ તેમ તે ઓઘદૃષ્ટિ પણ બદલાતી જાય છે. અર્થાત્ ઓઘ દૃષ્ટિ પણ મંદ, મંદતર, મંદતમ થતાં થતાં યોગ દૃષ્ટિને અભિમુખ થતી જાય છે. તેથી આ ઓઘ દૃષ્ટિ પણ તરતમભાવે અનેક પ્રકારની છે. તે ઓઘદૃષ્ટિની(સામાન્ય દૃષ્ટિની) તરતમતા ઉદાહરણ સાથે સમજાવે છે - સઘન અઘન દિન રયણીમાં, બાળ વિકલ ને અનેરા રે ! અર્થ જુએ જિમ જુજુઆ, તિમ ઓઘ નજરના ફેરા રેરા
વીર જિનેસર દેશના. ગાથાર્થ - મેઘસહિત, મેઘરહિત, દિવસ, રાત્રિ, બાળક અને ખામીવાળી ચહ્યું હોય કે તેનાથી અન્ય (યુવાન હોય કે ખામી રહિત ચક્ષુ) હોય, તો તે જેમ જુદા જુદા અર્થ જુએ છે તેમ ઓઘ નજરવાળા જીવોની દૃષ્ટિમાં ફરક(તફાવત - ભિન્નતા) હોય છે. મારા
વિવેચન - દૃષ્ટિના ભેદને સમજાવવા માટે એક સુંદર ઉદાહરણ આપે છે. ધારો કે આપણી આંખ સામે જ જોવા લાયક “ઘટ-પટ-સ્ત્રી-પુરુષ” આદિ પદાર્થો છે. તેને જોનારા સામે ખુરશી ઉપર બેઠા છે. પરંતુ (૧) જો વાદળથી છવાયેલી અમાવાસ્યાની રાત્રિ હોય તો ઘણું જ
આછું-પાતળું દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org