________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૭૯ રાખેલ છે. પ્રથમની ત્રણ દૃષ્ટિમાં બોધ તૃણના અગ્નિતુલ્ય, છાણાંના અગ્નિતુલ્ય અને કાષ્ઠના અગ્નિતુલ્ય હતો. જે બોધ એટલો બધો સ્થિર અને સબળ ન હતો. પરંતુ અસ્થિર અને દુર્બળ હતો.
જ્યારે આ ચોથી દૃષ્ટિમાં આવેલો બોધ દીપકના પ્રકાશ જેવો હોવાથી વધારે કાળ રહેનારો છે માટે સ્થિર છે અને સૂક્ષ્મ વસ્તુઓનું પણ દિગ્દર્શન કરાવનાર છે, માટે સબળ છે. અત્યાર સુધી જે રીતે આપણે અજ્ઞાનતાના કારણે સંસારમાં પરિભ્રમણ કર્યું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આ દૃષ્ટિ કાળે જીવને આવી જાય છે. પરિભ્રમણનાં કારણોના સાચા ખ્યાલની સાધકને તાતી જરૂર છે. કારણ કે તેના જ્ઞાન વિના કરાયેલી સાધના દિશાવિહીન બની જાય છે. કોઈ રોગી પુરુષ રોગ દૂર કરવા માટે ચિકિત્સા કરાવે. પરંતુ કયો રોગ છે? શાનાથી થયો છે ? તેને દૂર કરવાના ઉપાયો શું ? ઈત્યાદિ રોગનિદાનનું ઘણું મહત્ત્વ છે. રોગનિદાન વિનાની ચિકિત્સા ફળદાયક થતી નથી. આ હકીકત સર્વવ્યક્તિઓને અનુભવસિદ્ધ છે. તેવી રીતે ભવભ્રમણનું નિદાન જાણવું એ યોગસાધનામાં અતિઆવશ્યક છે. મારો આ આત્મા કયા કયા કારણોથી સંસારમાં ભવભ્રમણ કરે છે? તેનો બોધ આ ચોથી દૃષ્ટિમાં જીવને થાય છે તેથી આ દૃષ્ટિ દીપકના પ્રકાશની તુલ્ય પ્રકાશાત્મક અર્થાત્ જ્ઞાનાત્મક છે. આત્મજાગૃતિ ખીલવે છે. ભવભ્રમણના કારણભૂત મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરવાનો પ્રબળ પુરુષાર્થ આદરે છે. શત્રુને શત્રુ તરીકે પિછાણે છે. તેને ટાળવા યોગધર્મ આચરવા માટે તન અને મનને મજબૂત કરે છે.
(૨) ઉત્થાનદોષત્યાગ - ઉત્થાન એટલે ચિત્તનું ઉડી જવું. ચિત્તનું ઉભગી જવું. આચરેલા ધર્માનુષ્ઠાનમાં ચિત્તની અસ્થિરતા, તે ઉત્થાન દોષ છે. આત્માના શત્રુઓને મૂળથી દૂર કરવા જ છે. તો તેની સામે તેના પ્રતિપક્ષી એવા “યોગધર્મ”નું બળ વધારવું
લવે છે. ભાત્મક અને તેથી આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org