________________
૮૮
આઠ દૃષ્ટિની સક્ઝાય કારણે સાધુમહાત્મા પ્રત્યે દ્રોહ(અણગમો) પ્રવર્તતો હતો, ગુણોમાં દોષપણાની બુદ્ધિ થતી હતી તે પરિસ્થિતિ બદલાઈ જાય છે. આ ત્યાગી વૈરાગી અને ગીતાર્થ એવા સાધુ મહાત્મા જ ભવથી નિસ્તાર કરનારા જણાય છે. તેઓની કોઈપણ પ્રકારની ભક્તિ કરવામાં આંખ આડા કાન કરવાની કુબુદ્ધિ હવે સુઝતી જ નથી.
તત્ત્વશ્રવણના પ્રતાપે પોતાના ભૂતકાળ અને વર્તમાનકાળના જીવનની વચ્ચેનો મોટો તફાવત આ સાધક આત્માને જણાય છે. ભૂતકાળમાં વીતાવેલું અજ્ઞાન અને દોષમૂલક દયાપાત્ર જીવન ક્યાં? અને વર્તમાનમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન અને ગુણમૂલક જીવન ક્યાં ? આ જીવનદોરી બદલનારા જો કોઈ મહાત્મા હોય તો તત્ત્વશ્રવણ કરાવનારા આ સાધુ મહાત્મા જ છે. આવો ચમત્કાર જીવનમાં સર્જનાર પણ આ જ મહાત્મા છે. તે સાધુ મહાત્મા જ સાચા સદ્ગુરુ છે. આટલા જ કારણે નવકારમંત્રમાં અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ સ્વરૂપ સંસારના સર્વથા ત્યાગીનું જ સ્થાન આવે છે. સંસારીનું સ્થાન આવતું નથી.
આ કાલે ચારે તરફ ભૌતિક સુખોની, તેના ઉપાયોની, અને ટીવી આદિ સાધનો દ્વારા તેના પ્રચારની બોલબાલા ચાલે છે. છતાં આ જ વિષમકાળમાં દર વર્ષે પૂર્વના વર્ષો કરતાં સંસારનો ત્યાગ કરી સાધુ થનારાની સંખ્યા વધતી જ રહી છે. આ વાત લોકપ્રસિદ્ધ છે. સમસ્ત કુટુંબો દીક્ષા લેતાં હોય એવું પણ નજરે નિહાળાય છે. આ સમસ્ત પ્રતાપ તત્ત્વશ્રવણનો જ છે. ભૌતિકની સામે આધ્યાત્મિક બળ આ આત્મામાં આવે એવી વૈરાગ્યવાહિની દેશના આપનારા આ સાધુ મહાત્માઓનો જ આ પ્રતાપ છે. આવું સમજીને આ સાધક આત્મા સાધુ પ્રત્યેની ભક્તિ આદિમાં દ્રોહ વિનાનો બને છે.
સગુનો યોગ, તત્ત્વ જાણવાની જિજ્ઞાસા, તથા તત્ત્વશ્રવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org