________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૮૯
ઇત્યાદિ અનુકૂળ સંજોગો હોવા છતાં તેના દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન સ્થૂલબોધવાળું હોય છે. સૂક્ષ્મબોધવાળું હોતું નથી. કારણ કે હજુ ગુણસ્થાનક મિથ્યાત્વ છે. ભલે મિથ્યાત્વની ઘણી મંદતા થઈ ગઈ છે. તો પણ સમ્યક્ત્વ ગુણ આવ્યા વિના અર્થ સંબંધી સૂક્ષ્મબોધ થતો નથી. આ જ વાત હવે પછીની ગાથામાં સમજાવે છે.
સૂક્ષ્મબોધ તો પણ ઇહાં જી, સમકિત વિણ નવિ હોય. વેદ્યસંવેદ્યપદે કહ્યો જી. તે ન અવેધે જોય. મનમોહન૦ IN
ગાથાર્થ - આ દીપ્રા દૃષ્ટિમાં આવેલ આત્માને સમ્યક્ત્વ ન હોવાથી સૂક્ષ્મબોધ સંભવતો નથી. કારણ કે તે સૂક્ષ્મબોધ વેદ્યસંવેદ્યપદમાં જ આવે છે. અવેદ્યસંવેદ્ય પદમાં તે સૂક્ષ્મબોધ જોવાતો નથી. પા
વિવેચન આ ચોથી દીપ્રા દૃષ્ટિ છે. સાધક આત્માએ મિત્રા-તારા-બલા એમ ત્રણ દૃષ્ટિઓ પસાર કરી છે. અનાદિની ઓઘદૃષ્ટિ તો ચાલી જ ગઈ છે. પરંતુ યોગની પણ ત્રણ દૃષ્ટિ પસાર કરી ઘણું ઘણું અપ્રાપ્તપૂર્વ એવું આધ્યાત્મિક બળ પ્રાપ્ત કર્યું છે. મિથ્યાત્વ ઘણું ઘણું મંદ થઈ ચૂક્યું છે. અપુનર્બન્ધક અને ગ્રન્થિદેશની પ્રાપ્તિ આદિ ઉચ્ચકોટિની સિદ્ધિઓ આ સાધક આત્માએ હાંસલ કરી છે. સદ્ગુરુની પાસે નિરંતર તત્ત્વશ્રવણ દ્વારા આત્મા કોમળ બનાવ્યો છે. વૈરાગ્યવાસિત બનાવ્યો છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થવાની તૈયારીમાં છે. મિથ્યાત્વદશા ઘણી ઘણી ઓગળી ગઈ છે.
સુંદર તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તથાપિ સૂક્ષ્મબોધ હજુ આ જીવને થતો નથી. સ્થૂલબોધ જ થાય છે. ઉપરછલ્લો ધર્મ સમજાય છે. ઘણું ઊંડાણ આવી શકતું નથી. કારણ કે ઊંડાણવાળો સૂક્ષ્મબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org