SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૮૫ સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વે જીવની ભૂમિકા આટલી બધી મજબૂત બની જાય છે તે આ ચોથી દૃષ્ટિનો પ્રભાવ છે. મુક્તિ તરફ એવી મીટ મંડાણી છે કે મિથ્યાત્વને ઓગળે જ છુટકો છે. આ પ્રમાણે અંદરના મલને દૂર કરતાં કરતાં થયેલા ક્રમિક વિકાસથી આ આત્મા યોગની સિદ્ધિ સુધી પહોંચી શકે છે. ક્રમિક વાસ્તવિક વિકાસ સાધ્યા વિના જેઓ આગળ ધપે છે તેઓ અંતે ફળપ્રાપ્તિ કરી શકતા નથી. પ્રાણ કરતાં પણ ધર્મ અધિક છે” પ્રાણ એક ભવ પૂરતું જીવન આપનાર છે. જ્યારે ધર્મ સર્વથા ભવો સમાપ્ત કરી ફરી જન્મમરણ જ ન કરવું પડે તેવી સ્થિતિ આપે છે. આ વાસ્તવિક પરિસ્થિતિનો પાકો ખ્યાલ આપવાનું કામ આ દષ્ટિ કરાવે છે. પ્રથમ ગુણસ્થાનકમાં સંભવતી વધુમાં વધુ વિશુદ્ધિની પરાકાષ્ઠાવાળી આ ચોથી દૃષ્ટિ છે. પ્રાણ કરતાં ધર્મની અધિકતા જો મનમાં જામી ન હોય તો આગળ આવનારી દૃષ્ટિઓ પ્રાપ્ત કરવી અતિ દુષ્કર છે. કારણ કે તે દૃષ્ટિઓમાં તો પ્રાણાન્ત કરાવે એવાં કષ્ટો આવે તો પણ ધર્મનો-ગૃહીત પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યા વિના કષ્ટ સહન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવાની હોય છે. આટલી બધી ધીરજ અને ધર્મમાં સ્થિરતા જ્ઞાન દ્વારા આવે છે. અને આવા પ્રકારના અપૂર્વ આધ્યાત્મિક જ્ઞાનપ્રાપ્તિનું પરમપ્રધાન કારણ જો કોઈ હોય તો તે સગુનો યોગ છે. આ નિમિત્તકારણ છે. અને ઉપાદાનરૂપે તત્ત્વશુશ્રુષા અને તત્ત્વશ્રવણ છે. તત્ત્વશ્રવણના અચિન્ય પ્રભાવથી જ્ઞાનપ્રવાહવિવેકબુદ્ધિ અને વૈરાગ્યવૃદ્ધિ આ જીવમાં અવશ્ય થાય છે. ઉપરોક્ત ગુણોના પ્રવાહે પ્રથમ દૃષ્ટિકાળે આ જીવમાં જે યોગનાં બીજ વાવેલાં, તે હવે આ દૃષ્ટિકાળે ઉગવા લાગે છે. અર્થાત્ તેનામાંથી અંકુરા ફુટે છે. એટલે કે “યોગબીજનો પ્રરોહ” થાય છે. આ જ વાત ગ્રંથકાર મહર્ષિ હવે પછીની ગાથામાં જણાવે છે. તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy