________________
૮૬
આઠ દૃષ્ટિની સજઝાય તત્ત્વશ્રવણ મધુરોદકેજી, ઇહાં હોય બીજ પ્રરોહ. ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભગતિ અદ્રોહ.
મનમોહન) જા. ગાથાર્થ - આ દૃષ્ટિકાલે આ જીવમાં તત્ત્વશ્રવણ સ્વરૂપ મધુર પાણીના સિંચનથી યોગબીજનો પ્રરોહ થાય છે. અને ખારા પાણી સમાન ભવભાવનો આ જીવ ત્યાગ કરે છે તથા ગુરુની ભક્તિ કરવામાં અદ્રોહભાવ આવે છે. ૧૪
વિવેચન - જ્યારથી આ સાધક આત્મામાં સંસારસુખ તરફની ઓઘદૃષ્ટિ મંદ પડી અને મુક્તિસુખ પ્રાપ્ત કરવા માટેની તેની ઝંખના રૂપ યોગદષ્ટિ શરૂ થઈ ત્યારથી પહેલી મિત્રા દૃષ્ટિના પ્રારંભથી જ પહેલી ઢાળની ગાથા આઠ આદિમાં કહેલાં જિનેશ્વરને શુદ્ધ પ્રણામ, ભાવાચાર્યની સેવા અને ભવઉદ્વેગ આદિ યોગનાં બીજ આ જીવમાં પ્રાપ્ત થયેલાં. પરંતુ વાવેલા કોઈપણ ધાન્યના બીજને મીઠા પાણીનો(અને ખાતર-હવા-પ્રકાશ આદિનો) સંયોગ મળે તો તુરત ઉગવા લાગે છે. જે ફળપ્રાપ્તિનું નિકટતમ કારણ બને. પણ જો ખારા પાણીનો સંયોગ થાય તો ખાતર આદિ આપવા છતાં તે બીજ અંકુરાને ઉગાડતું નથી. તેવી જ રીતે આ ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણરૂપી મધુર પાણીનો સંયોગ થવાથી પ્રાપ્ત થયેલાં તે બીજનો હવે પ્રરોહ(ઉગવાપણું -અંકુરા મુકવાપણું) શરૂ થાય છે. અર્થાત્ જિનેશ્વરના પ્રામાદિ જે બીજ આ આત્મામાં અંશતઃ આવ્યાં હતાં તે હવે અતિશય ઉચ્ચકોટિના ભક્તિભાવપૂર્વકનાં ફાલ્યાંફૂલ્યાં થાય છે. અને અનેકગુણોને લાવનારાં બને છે.
શરીર અને આત્માના ભેદને જણાવનારું, સંવેગ અને વૈરાગ્યના પરિણામને વધારનારું, શ્રેષ્ઠ જિજ્ઞાસાપૂર્વકનું, સદ્ગુની પાસેથી ભાવપૂર્વકનું તત્ત્વશ્રવણ એ મીઠા પાણીનો પ્રવાહ છે. આ જ્ઞાન પ્રવાહ યોગબીજનો અવશ્ય પ્રરોહ કરે છે. અનાદિકાળથી આ જીવે અતત્ત્વનું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org