________________
૬૦
આઠ દૃષ્ટિની સઝાય સમય ગાળે છે. મોડુ ઉઠવાનું, વહેલું સુવાનું, તથા આળસુ જીવન જીવવાનું ઇત્યાદિ હોય છે. પરંતુ પચીસેક વર્ષનો યુવાન થતાં અને કોઈપણ જાતની સારી કમાણીવાળો ધંધો હાથ લાગતાં ઉપરનું બધું જ આચરણ છોડી દે છે. રમત-ગમત, ટીવી જોવાનું, હરવાફરવાનું, મિત્રો સાથે વાતો કરવાનું, મોડુ ઉઠવાનું, વેળાસર સુવાનું, ઇત્યાદિ સર્વે કુટેવો(અનુચિત આચરણ) હવે આચરતો નથી. ઘર અને ધંધાના વ્યવસાય વિનાનો સમસ્ત સમય યોગદશાની પ્રાપ્તિના ઉપાયોમાં જ પસાર કરે છે. ધર્મના રંગથી રંગાઈ જાય છે. હૈયું અતિશય સ્વચ્છ બની જાય છે. માયા-માન-દંભ અને સ્પૃહા વિનાનો થઈ ગુરુવર્ગની દોરવણી પ્રમાણે નમ્રવૃત્તિવાળો થઈ જાય છે.
અનુચિત આચરણના ત્યાગથી આ આત્મા એટલો બધો સરળ બની જાય છે કે યોગી મહાત્માઓને આ સાધકને સન્માર્ગે વાળવાનું ખૂબ સરળ થઈ જાય છે. યોગી મહાત્માઓ તે સાધકના કલ્યાણ માટે તેને જેમ વાળે તેમ વળી જાય, પરંતુ દલીલ કે કુતર્ક કરતો નથી. તેવો આ આત્મા મુમુક્ષુ બને છે. આ જ વાત એક ઉપમાથી સમજાવે છે કે “વાળ્યો વળે જિમ હેમ” અગ્નિમાં તપાવેલા લોઢા કરતાં અગ્નિમાં તપાવેલું સોનું વાળવું તથા તેના ઉપર ઘાટ કરવા ઘણા સરળ બને છે. તપાવેલું તે સોનું જેમ વાળો તેમ વળે છે તેવી જ રીતે આ મુમુક્ષુ આત્માને યોગી મહાત્માઓ જેમ ધર્મ સમજાવે, ધર્મના જેવા જેવા સંસ્કારો આપે, તેવી તેવી રીતે આ આત્મા ઘડાતો જાય છે. વળતો(નમતો- યોગી મહાત્માની વાત) સ્વીકારતો થઈ જાય છે. આવા પ્રકારની નમ્ર મનોવૃત્તિ થવાથી યોગીમહાત્માઓ આ સાધકને તત્ત્વ સમજાવવામાં સફળ થાય છે. દિન-પ્રતિદિન યથાર્થ તત્ત્વ સમજવાથી સાધ્ય સાધવા પ્રત્યે કરેલા પ્રયાણનો આનંદ અને ધર્મ માર્ગે વાળનારા ગુરુવર્ગ પ્રત્યે પ્રેમભક્તિ-વિનય અને બહુમાનાદિ ઉત્તમ ભાવોની વૃદ્ધિ થાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org