SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ બીજી તારા દૃષ્ટિ મોક્ષની સાથે જોડે તેવા ઉત્તમ ઉપાયોની) કથાઓ જ્યાં ચાલતી હોય ત્યાં સાંભળવામાં - અને હૃદયમાં ધારવામાં અતિશય પ્રેમ વર્તે છે. પ્રેમ અને બહુમાનપૂર્વક યોગકથા સાંભળવાની જિજ્ઞાસા ધરાવે છે. તેથી ઉત્તમ યોગકથા સંભળાવનારા યોગીઓ પ્રત્યે પણ અતિશય પ્રેમ-બહુમાન વર્તે છે. યોગીઓનો પરિચય વધારે છે. સહવાસ વધારે ગાઢ બનાવે છે. પંચ મહાવ્રતધારી, સંસારના ત્યાગી, જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનુસારે વર્તનારા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો પ્રત્યે અનન્ય ભક્તિભાવ હૃદયમાં રાખી તેઓની સેવા - વૈયાવચ્ચ આદિ કાર્યોમાં ઉલ્લાસપૂર્વક ભાગ લે છે. જેમ ધનના અર્થન અર્થની પ્રાપ્તિ ક્યાં થાય ? કેમ થાય? - કઈ વસ્તુના ભાવો ક્યાં વધ્યા ? ક્યાં ઘટ્યા ? ઈત્યાદિ કથાઓમાં રસ હોય છે. કામના અર્થને વિષયભોગોની કથાઓમાં જ વધુ રસ હોય છે. તેવી જ રીતે આ મુમુક્ષુ સાધક આત્માને “યોગની કથાઓમાં જ અતિશય રસ હોય છે. આ કારણથી યોગની કથાવાર્તા વધારે સાંભળવા મળે તેના ઉપાયોની ગવેષણામાં સતત વર્તે છે. તથા ગુરુવર્ગોના સતત પરિચય અને સહવાસથી આત્મા મોહની મંદતાવાળો બન્યો છે. તેથી પોતાને ન છાજે તેવું વર્તન આ જીવ કરતો નથી. વળી જો ભૂલથી પણ કોઈ અનુચિત આચરણ સેવાઈ જશે તો યોગીમહાત્માઓ મને અયોગ્ય - અપાત્ર સમજી યોગકથાના શ્રવણથી દૂર રાખશે અને જો એમ થશે તો હું ભવ હારી જઈશ. એવા ભયથી પણ “અનુચિત આચરણનો ત્યાગ કરે છે” અનાદિકાળથી મોહની પરાધીનતાના કારણે આ જીવ અનુચિત આચરણ કરતો જ હતો. પરંતુ યોગદશાનો પ્રેમ લાગવાથી તેનું જ લક્ષ્ય બંધાવાથી બધી જ કુટેવો છૂટી જાય છે. જેમ બાલ્યાવસ્થામાં વર્તતો પુરુષ રમત રમવામાં ઘણો સમય ગાળે છે. ટીવી જોવામાં, હરવા-ફરવામાં, મિત્રોની સાથે ગામગપાટા મારવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy