________________
૨૪
આઠ દૃષ્ટિની સજ્ઝાય
ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહ આ પાંચ પાપોમાં જ વ્યસ્ત છે. સ્વાર્થ ખાતર આ પાંચ પાપો આચરવામાં કોઈ ભય રાખ્યો નથી. પરંતુ તૃણના અગ્નિના પ્રકાશ તુલ્ય એવા આ જ્ઞાનપ્રકાશના બળે તેમાં પાપ અને તેના ફળરૂપે નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ જ દેખાતી હોવાથી શક્તિ અનુસારે તે પાપોમાંથી અટકવા ઇચ્છે છે. સાધુજીવનનાં મહાવ્રતો અને શ્રાવકજીવનનાં અણુવ્રતોની અપેક્ષાએ અતિશય અલ્પપ્રમાણમાં પણ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મત્વ અને અપરિગ્રહતા રૂપ પાંચ યમધર્મની પ્રાપ્તિ થાય છે. અહીંથી દયાના અંકુરા શરૂ થાય છે.
(૧) મેઘકુમારના જીવે હાથીના ભવમાં પોતાના શરીરની અતિશય વેદના સહન કરીને પણ સસલાના જીવની રક્ષા કરી.
(૨) શાન્તિનાથ ભગવાનના જીવે મેઘરથ રાજાના ભવમાં પોતાના પ્રાણના ભોગે પણ પારેવાની રક્ષા કરી.
(૩) હરિશ્ચન્દ્ર રાજાએ પોતાના પુત્રના જ અગ્નિસંસ્કાર માટે પોતાની જ પત્નીને મૂલ્ય વિના કાષ્ઠ ન આપવા રૂપે અચૌર્યતા અને સત્યતા પાળી.
(૪) સીતાજીએ રાવણને ત્યાં પરવશતામાં રહેવા છતાં બ્રહ્મચર્યતાની સીમાને ન ઓળંગી.
ઇત્યાદિ ઉદાહરણોની જેમ આર્યપુરુષોના સંસ્કારના મૂલબીજરૂપ અલ્પાંશે અહિંસા આદિ પાંચ યમધર્મો આ જીવમાં આવે છે જે કાળાન્તરે ફાલ્યા-ફૂલ્યા થતાં અણુવ્રત અને મહાવ્રતરૂપ શ્રાવક અને સાધુજીવનના વ્રતોનું કારણ બને છે. જે પહેલાં હોંશે હોંશે હિંસા કરતો હતો તે હવે નાના જીવની પણ હિંસા કરતાં ખચકાય છે. જયણા પાળવાના ભાવ જાગે છે. વિના કારણે વાતે વાતે જુઠું બોલતો હતો તે મારાથી આમ જુઠ ન બોલાય, હૈયાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org