________________
૨૩
પ્રથમ મિત્રા દૃષ્ટિ પ્રવૃત્તિઓ પ્રત્યે “અદ્વેષ” ગુણ પ્રગટ થાય છે. એમ કુલ ત્રણ ગુણો અહીં હોય છે. છા
' વિવેચન - ગાઢ અંધકાર વાળી મહા ભયંકર અટવીમાં ભુલા પડેલા માનવીને તૃણના અગ્નિ થકી પણ કંઈક અંશે માર્ગદર્શન થવાથી તેના બધા ભાવો બદલાઈ જાય છે. જે થાક લાગેલો હતો તેને બદલે ચાલવાનો વેગ આવે છે. જે ઉદ્વેગ (હતાશ) થયો હતો, તેને બદલે ચાલવાનો ઉત્સાહ આવે છે. ભયોથી જે ત્રસ્ત હતો, તેને બદલે નિર્ભયસ્થાને પહોંચવાની આશા બંધાય છે. તેવી રીતે મિત્રા દૃષ્ટિમાં આવેલા અલ્પ એવા પણ જ્ઞાન પ્રકાશના બળે ધર્મ માર્ગનાં-યોગદશાનાં બીજનું આરોપણ થાય છે. ધર્મનાં કાર્યો કરવા માટે મન અધીરું બને છે. આત્મહિતનો માર્ગ કંઈક અંશે દેખાવાથી તેની પ્રાપ્તિ માટે આગળ વધવામાં થાકને બદલે વેગ, ઉદ્વેગને બદલે ઉત્સાહ ઇત્યાદિ ગુણો આવવાથી જીવનનો વળાંક બદલાય છે.
આ જ યોગદશાનો પ્રારંભ છે. નાના-મોટા-નોકર-મજુરપશુ-પક્ષી એમ સર્વ જીવો પ્રત્યે પ્રેમ પ્રગટ થાય. મૈત્રીભાવ આવે. તેને જીવાડવાનો, તેના કામમાં સાથ આપવાનો અને દુઃખ ન આપવાનો જે ભાવ આવે તેવા પ્રકારના હૈયાનો જે આશય છે તે મિત્રાદષ્ટિ જાણવી.
યમની પ્રાપ્તિ - યોગદશાની પ્રાપ્તિનાં શાસ્ત્રોમાં આઠ અંગ કહેલ છે. (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ. એક એક દૃષ્ટિમાં એક એક અંગની પ્રાપ્તિ થાય છે. જેથી આઠમી દૃષ્ટિમાં પૂર્ણ યોગની પ્રાપ્તિ થાય છે. અનાદિકાલીન મોહદશા અને અજ્ઞાનદશાના કારણે આ જીવ હિંસા, અસત્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org