________________
૧૮૪
આઠ દૃષ્ટિની સઝાય રોગો ગણીને અતિશય અલિપ્ત જ રહે છે. આ દૃષ્ટિમાં આવેલા જીવો જો સર્વવિરતિધર થાય તો સર્વવિરતિની ઉલ્લાસ અને પૂર્ણ ભાવપૂર્વક આરાધના કરીને ભવસાગર તરી જાય છે. અને જો દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા હોય તો પણ સર્વવિરતિની પ્રાપ્તિની ઝંખનાવાળા તથા ઉત્તમ પરિણામો યુક્ત જીવન જીવવાથી ભાવથી સાધુતાના પરિણામવાળા હોવાથી આ દૃષ્ટિના પ્રતાપે ભવસાગર તરી જાય છે. હવે ભવસાગરનો કિનારો અતિશય આસન્ન જ થયો જાણવો.
આવા પ્રકારનું ઉત્તમોત્તમ અને ગુણમય જીવન જીવતાં જગતમાં પણ તે સારા યશસ્વી બને છે. અને સારામાં સારા યશવાળું જે મુક્તિસ્થાન છે. તેનો સંયોગ અત્યન્ત અલ્પકાળમાં જ પામે છે. શીધ્ર મોક્ષગામી થાય છે. આ પછીની સાતમી દૃષ્ટિમાં આ જીવ શ્રેષ્ઠતમ અપ્રમત્ત ગુણસ્થાનક પામી શ્રેણીની પૂર્વભૂમિકારૂપ અપૂર્વકરણાદિ ગુણસ્થાનક પામશે. અને આઠમી દૃષ્ટિમાં ક્ષપક શ્રેણીની સમાપ્તિ કરીને કેવળજ્ઞાનાદિ પામશે. એટલે ભવ સમુદ્રનો કિનારો જ આવ્યો જાણવો. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં આ બન્ને ગાથાના અર્થને અનુસરતા ભાવને કહેનારી ગાથા આ પ્રમાણે છે
मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ॥ १६५॥ भोगान्स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन्, प्रयात्येव परं पदम् ॥ १६६॥ भोगतत्त्वस्य तु पुनर्न, भवोदधिलङ्घनम् । માયોદટાવેશસ્તન, યાતી : પથા | ૨૬૭
અર્થ - સંસારનાં સુખોને માયામય પાણી સમજતો જીવ ઉદ્ગ(ભય) પામ્યા વિના તે પાણીના મધ્યમાં થઈને જરા પણ વ્યાઘાત પામ્યા વિના જલ્દી જલ્દી ચાલ્યો જાય છે. ૧૬પા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org