________________
૧૯૧
સાતમી પ્રભા દૃષ્ટિ જ છે. એટલું જ નહીં, પરંતુ પરાધીનતાની પરંપરા સ્વરૂપ છે. જેમ એક-કે મનમાન્યું પરસભોજન કરીને સુખ માણવું છે. તો તે સુખ માણવા માટે પર્ફોરસ ભોજન તૈયાર કરવું પડે, તે ભોજન તૈયાર કરવા માટે તેની સર્વે સામગ્રી વસાવવી પડે, તે સામગ્રી વસાવવા પૈસા હોવા જોઇએ, તે પૈસા કમાવવા ધનોપાર્જનના વ્યવસાયો ખેલવા જ પડે, વ્યવસાયો કરવામાં સ્વામિની, શરીરની, અને અનુભવની આવશ્યકતા જોઈએ, એમ પાછળ-પાછળ પરાધીનતા જ દેખાશે.
વાસનાના ઉદયથી ધારો કે એક-કામસુખ માણવાની ઇચ્છા થઈ. તે માણવા અન્ય પાત્ર મેળવવું જ પડે, તેનું મન સંપાદન કરવા અનેક જાતની વેઠ કરવી જ પડે. બન્ને પાત્રોને રહેવા માટે અને ઘરસંસાર ચલાવવા માટે ધન જોઈએ, એટલે ધનના વ્યવસાયો કરવા જ પડે. તે તે વ્યવસાયો કરવામાં પણ અનેકની સાથેની લાચારી અનુભવવી પડે. આ રીતે સર્વે સુખો પરાધીન તો છે જ. પરંતુ પરાધીનતાની પણ પરંપરાવાળાં છે. માટે દુઃખોની જેમ સુખો પણ પરાધીનતાના લક્ષણ યુક્ત હોવાથી દુઃખ જ છે.
ગાડી(મોટર-કાર આદિ), વાડી(બંગલા આદિ) અને લાડી(સ્ત્રી આદિ પરિવારજન્ય સાંસારિક સુખો તે તે ઉપાયોને(સાધનોને) આધીન હોવાથી અને તે તે ઉપાયોની પ્રાપ્તિ પૂર્વબદ્ધ પુણ્યના ઉદયને આધીન હોવાથી સર્વત્ર પરવશતા જ માત્ર રહેલી છે. તેથી જ અનંતજ્ઞાનીઓએ કર્મજન્ય વૈષયિક સુખો તથા તેના સઘળાં સાધનો આત્માથી અન્યદ્રવ્યની (શરીરાદિની) પરાધીનતાવાળાં જણાવ્યાં છે. ચક્રવર્તીનું રાજ્ય હોય તો પણ પુણ્યોદયને આધીન હોવાથી પરવશ છે. સંસારના સર્વે સુખો પુણ્યોદય હોય ત્યાં સુધી જ રહેનાર છે. જેથી વિજળીના ચમકારા જેવાં છે અને પરાધીન છે. આ કારણથી દુ:ખરૂપ જ છે. એમ સમજીને જ અનાથીમુનિએ રાજવૈભવ અને શાલિભદ્ર અઢળક સંપત્તિ ત્યજી દઈને દીક્ષા લીધેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org