SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય જે સ્વાધીન છે તે જ સાચું સુખ છે. જેમાં શરીરની, ઇન્દ્રિયોની, વિષયોની, તજ્જન્ય વિકારોની અને પૌદ્ગલિક કોઈપણ સાધનોની જરૂર જ ન પડે, એવું ગુણોની રમણતાના આનંદનું જે સુખ છે તે જ સુખ વાસ્તવિક સુખ છે. સાતમી દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂર્યની પ્રભા સમાન ઉચ્ચકોટિના જ્ઞાન દ્વારા મહાત્માઓના હૃદયમાં આ વાત ટંકારાઈ ગઈ છે કે ગુણરમણતા એ જ પરમસુખ છે. તેથી જ તેઓ સુખની પૌદ્ગલિક સાધન-સામગ્રીથી દૂર રહે છે. પોતાના મન-વચન અને કાયાને જ્ઞાનાદિ ગુણોની રમણતામાં જ મગ્ન રાખે છે. સાધુ મહાત્માઓનું જીવન આ સ્વાધીનતાના સુખને લક્ષ્યમાં રાખીને જ ગોઠવાયેલું છે. કે જ્યાં દરજીની જરૂર નહીં, સોનીની જરૂર નહીં, મોચીની જરૂર નહીં, ઘરઘાટીની જરૂર નહીં, હજામની જરૂર નહીં, ધોબીની જરૂર નહીં, ડ્રાયવરની જરૂર નહીં, મુમુક્ષુ આત્માઓનો આવો જ સદા ભાવ હોય છે કે પરાધીનતાવાળું એવું પૌદ્ગલિક સુખ પણ દુઃખ જ છે. સ્વાધીનતાનું સુખ એ જ સાચું સુખ છે. ૧૯૨ અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । પતતુવત સમાક્ષેન, નમળ મુતુયો: " શ્રી યોગ. દ.સ.૧૭૨ ॥ परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । તનુવાં સમામેન, નફળ મુલપુરાયોઃ । જ્ઞાનસાર અષ્ટકઃ ૯૬૫ આત્માના જ્ઞાનાદિ ગુણો અને તેના ઉપાયો એ જ સ્વાધીન હોવાથી સુખ છે. તેનાથી અન્ય જે કોઈ છે તે શરીરાદિ સર્વે પણ પર જ છે. તેમાં થનારી સ્પૃહા એ જ મહાદુ:ખ છે. આ વાત સાતમી દૃષ્ટિમાં પાકા પાયે જચી જાય છે. આ જ કારણથી પોતાના શરીર પ્રત્યે પણ મમતા વિનાના મુમુક્ષુ યોગી મહાત્માઓને આ લોક કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy