________________
૧૯૩
સાતમી પ્રભા દૃષ્ટિ પરલોકના સુખની લાલસા હોતી નથી, આવી લાલસાઓ તેઓને વિચલિત કરી શકતી નથી. પ્રાણાન્ત કષ્ટો પણ તેઓને અવરોધક બનતાં નથી.
આ દૃષ્ટિમાં આત્માના ગુણો સવિશેષ પ્રગટે છે. તે મહાત્માઓ પણ ગુણોના આનંદને જ સુખ માનતા હોવાથી તેની પ્રાપ્તિમાં જ પ્રયત્ન કરવાવાળા હોય છે. આત્મામાં ગુણો તો સ્વતઃ છે જ, કારણ કે ગુણો વિનાનું દ્રવ્ય હોતું જ નથી. દ્રવ્યથી ભિન્ન ગુણો હોતા નથી. માટે આત્મા પોતે જ જ્ઞાનાદિ ગુણમય તો છે જ. ફક્ત તેના ઉપર કર્મમલનાં આવરણો છે. આવરણોને દૂર કરવાથી ગુણો તો અંદર રહેલા સ્વયં પ્રગટે છે. જે કંઈ ધર્મપુરુષાર્થ કરવાનો છે તે સર્વે કર્મોનાં આવરણોને દૂર કરવા માટેનો જ છે. પોતાની જ ખોવાયેલી વસ્તુ પાછી મેળવવાનો આ પ્રયત્ન છે. જેમ ખોવાયેલી પોતાની વસ્તુ મળી આવે તો આનંદ-આનંદ થાય, તેમ યોગીઓને પોતાના ગુણોની પ્રાપ્તિમાં આનંદ-આનંદ થાય છે. અંધકારમાંથી દીપક, ચંદ્ર કે સૂર્યના પ્રકાશમાં આવનારને જે આનંદ થાય છે. તે તો તેનો અનુભવ કરનાર જ જાણે, બીજો કોણ કહી શકે ? તેમ આત્મગુણોની રમણતાના સુખને અનુભવી જ જાણે, તેના વિના કહો તો ખરા, કે બીજા કોણ આ સુખને સમજી શકે અને કહી શકે ? અર્થાત્ બીજા કોઈ જ ન કહી શકે. પર નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભસુખ ન કુમારી અનુભવવિણ તેમ ધ્યાનતણું સુખ,કોણ જાણે નરનારીરે
ભવિકા ગોરા ગાથાર્થ - જેમ નગરસંબંધી સુખને ગામડઓ પુરુષ જાણતો નથી. પતિની સાથેના સુખને કુમારિકા જાણતી નથી. તેવી જ રીતે અનુભવ વિના ધ્યાનના સુખને પણ કોણ નર-નારી જાણે ? અર્થાત્ કોઈ જ ન જાણે 13 આ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org