________________
૧૯૪
આઠ દૃષ્ટિની સઝાય વિવેચન - નગર એટલે અમદાવાદ-સુરત-મુંબઈ જેવું મોટું શહેર. તેમાં રહેનારા સુખની સર્વ સાધનસામગ્રીવાળા ધનાઢ્ય પુરુષો તે નાગરજન. સંસારની સુખસગવડતાના અભાવવાળું જે ગામ તે ગામડું, તેમાં રહેનારા અત્યન્ત ગરીબાઈવાળા પુરુષો તે ગ્રામ્ય એટલે પામરજન.
નગરમાં રહેનારા નાગરજનનું સુખસગવડતાવાળું જે સુખ છે જેમ કે ફ્રીજ, ટીવી, ઘરઘંટી, ચોવીસ કલાક પાણી, સુંદર બાથરૂમ, એરકંડીશન રૂમ, મોટર, સ્વચ્છ વસ્ત્રો, ટાઈલ્સ અને મારબલવાળાં મકાનો, આ બધું નાગરજનનું સુખ. ગામડામાં રહેતો પામરજન કેવી રીતે જાણે ? કારણ કે તેણે તે અનુભવ્યું નથી. જો આવા પામરજનને કરોડપતિના બંગલામાં કે વિશિષ્ટ ફલેટમાં જોવા માટે જ માત્ર મુક્યો હોય તો પણ જેમ જેમ જુએ તેમ તેમ તે આશ્ચર્ય પામે, નવાઈ પામે. મુખ ઉપર માત્ર આશ્ચર્ય જ વ્યાપે. કારણ કે તે પામરને નાગરજનના સુખનો અનુભવ નથી. આ એક ઉદાહરણ છે.
તથા જે કન્યા છે, કુમારિકા છે. અવિવાહિતાવસ્થાવાળી છે. તેણી પતિની સાથેના સમાગમનું સુખ કેવી રીતે જાણે ? કારણ કે તે સુખ શબ્દોથી સમજાવી શકાતું નથી. અનુભવ કરે તે જ જાણી શકે છે. માત્ર અનુભવગમ્ય જ છે. આ બીજું ઉદાહરણ છે. આ બન્ને ઉદાહરણોની જેમ છઠ્ઠા - સાતમા ગુણઠાણે વર્તતા સાતમી દષ્ટિવાળા યોગી મહાત્માઓને પોતાના ગુણોની રમણતા સ્વરૂપ ધ્યાનદશાનું જે સુખ છે. તે સુખ શબ્દોથી સમજાવી શકાતું નથી, તેનું વર્ણન કરી શકાતું નથી. પોતાના જાત અનુભવ વિના કોઈપણ નર-નારી આ સુખને જાણી શક્તા નથી.
નાગરજનના સુખને જાણવું હોય તો પામરજનને નગરમાં વસવાટ કરવો પડે, તેવું વિશિષ્ટ ધન કમાવું પડે, સુખસામગ્રી મેળવવી પડે અને પોતે જાતે જ આ સુખનો અનુભવ કરવો પડે. તો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org