________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
૩૭
ધારો કે માનવભવ- આર્યદેશાદિ-અને ધર્મકાર્યની રુચિ મળી. પરંતુ ધર્મ સમજાવનારા સદ્ગુરુને બદલે કુગુરુ મળ્યા, અને તેઓને જ સદ્ગુરુ માનીને તેઓની વાણીને જ અમૃત માનીને પીધી. તેઓના ઉપદેશ પ્રમાણે વર્ત્યા. તો આ આત્માને કેટલું બધું નુકશાન થાય ? અનંત પુણ્યાઈએ મળેલી આ સર્વ સામગ્રી કુગુરુના યોગે એક ક્ષણવાર માત્રમાં જ હારી જવાય છે. ઘાસની ગંજી ઘણી હોય તો પણ એક અગ્નિનો કણીઓ તેને બાળી નાખે છે. તેમ પુણ્યાઈ જન્મ પ્રાપ્ત થયેલી આ સર્વ સામગ્રી કુગુરુના યોગથી આત્માને દુર્ગતિમાં લઈ જનારી છે. તેથી આવા કુગુરુનો યોગ તે પંચકયોગ કહેવાય છે. માટે આત્માનું અલ્પ પણ અહિત ન થાય, અને હિતકલ્યાણ જ થાય એવા સદ્ગુરુ આદિનો જે યોગ થવો તે અતિ દુર્લભ છે. આ પ્રથમ અવંચકયોગ કહેવાય છે. સાચી દિશા બતાવનારા, સાચું જીવન જીવનારા અને પરોપકાર પરાયણ પરમવૈરાગી ગુરુનો યોગ થવો એ કલ્યાણપ્રાપ્તિનું પ્રથમ પગથીયું છે.
ત્યારબાદ તેવા સદ્ગુરુનો યોગ થયા પછી તેઓમાં સદ્ગુરુપણાની બુદ્ધિ થવી અને તેવી બુદ્ધિ થવા પૂર્વક બહુમાનાદિ ભાવયુક્ત તેઓને વંદન-નમન-સ્તુતિ-અને સેવા-વૈયાવચ્ચ આદિ ક્રિયા કરવી તે બીજો ક્રિયાપંચક યોગ કહેવાય છે. નાના અણસમજુ બાળકને અથવા ગાંડપણવાળા મોટા માણસને પાંચસો રૂપીયાની નોટ મળી હોય પરંતુ તેઓ અણસમજુ અને ગાંડપણવાળા હોવાથી પાંચસોની નોટને પાંચસો રૂપીયાની નોટ તરીકે જાણતા જ નથી. તેથી આવી કિંમતી નોટ મળવા છતાં તલભ્ય લાભો તે જીવો મેળવી શકતા નથી અને પસ્તીના ભાવમાં તેનો ઉપયોગ કરે છે. તેવી રીતે સદ્ગુરુ મળવા છતાં આપણી પોતાની બુદ્ધિમાં “સદ્ગુરુ” તરીકે સ્વીકાર્યા ન હોય, તે ભાવે તેઓનો સંબંધ ન કર્યો હોય તો પણ કર્મક્ષય રૂપ લાભ મળતો નથી. માટે સદ્ગુરુ પ્રાપ્ત થવા જેમ દુર્લભ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org