________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
ગાથાર્થ
ઉત્તમ ગુરુનો યોગ, તેઓને કરાતી વંદનાદિ ક્રિયા, અને તેનાથી કર્મક્ષય સ્વરૂપ ફળ, એમ યોગ, ક્રિયા અને ફળના ભેદથી ત્રણ પ્રકારનો આ અવંચક યોગ છે. ૧૨
૩૬
વિવેચન અનાદિ એવા આ સંસારમાં આ જીવ કર્મની પરતંત્રતાના કારણે નરક-નિગોદ-એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય આદિ ભવોમાં ભટક્યા જ કરે છે. એક એક શરીરમાં જે નિગોદની અંદર અનંતા અનંતા જીવો ખીચોખીચ ભર્યા છે. મનુષ્યભવમાં વધુમાં વધુ પણ સંખ્યાતા જ જીવો હોઈ શકે છે. અનંત, અનંત જીવોમાંથી સંખ્યાતા જીવરાશિ વાળા ભવમાં આવવું કેટલું દુષ્કર કહેવાય ? વળી જે ભવોમાં ઉપર આવવાના એટલા બધા ઉપાયો પ્રાપ્ય નથી. એવાં કોઈ વિશિષ્ટ આલંબનો નથી. ત્યાંથી માનવભવની પ્રાપ્તિની અતિશય દુર્લભતા જૈન શાસ્ત્રોમાં દશ દૃષ્ટાન્તો દ્વારા સમજાવેલી છે. સારાંશ કે અનેકવિધ ભવોની વચ્ચે માનવભવનો યોગ” દુર્લભતર છે.
-
ધારો કે અતિદુષ્કર પણ માનવભવ મળી ચૂક્યો. પરંતુ અનાર્ય દેશમાં જન્મ થયો. કસાઇ-વાઘરી અને ચંડાલ આદિને ત્યાં જન્મ થયો. આવો જન્મ શું કામનો ? ધર્મકાર્ય કરી આત્માની ઉન્નતિ કરવાને બદલે હિંસા આદિ પાપો કરી જ્યાં અવનતિ થવાના યોગો ઘણા છે. તેવા માનવભવથી પણ આ જીવને શું લાભ ? માટે માનવભવના યોગમાં પણ અનાર્ય કરતાં આર્યદેશ, આર્યકૂલ અને આર્યઘરમાં જન્મ થવાનો યોગ મહાદુર્લભ છે. તેવા આર્યદેશ- આર્યકૂલ અને આર્યઘરમાં ધારો કે જન્મ થયો. પરંતુ ધર્મના સંસ્કારો જ ન ગમે, કેવળ અર્થ-કામની જ વાસનાઓ આવે, તેને ઉચિત જ આ જીવ આચરણ કરે. તેની જ વાતોમાં રસ ધરાવે તો આર્યદેશાદિ પણ શું કામના ? તેથી આર્યદેશાદિ મળવા છતાં ધર્મ તરફની રુચિ-પ્રીતિ મળવી દુષ્કર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org