________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
૩૫
તેવી જ રીતે આત્માના કલ્યાણ તરફની દૃષ્ટિ શરૂ થઈ હોવાથી ઉપરની ગાથા ૮, ૯, ૧૦ માં કહેલાં યોગબીજની કથા-વાર્તા સાંભળીને શરીર રોમાંચિત થઈ જાય છે. રોમે રોમે હર્ષ વ્યાપી જાય છે. પુનઃ પુનઃ તે કથાઓ સાંભળવાનો રસ લાગે છે. જ્યાં જ્યાં યોગધર્મનો વાર્તાલાપ થતો હોય છે ત્યાં આ આત્મા હોંશપૂર્વક દોડી જાય છે.
અધ્યાત્મ અને વૈરાગ્યની કથાને સાંભળવાનો પ્રેમ લાગી જાય છે. યોગબીજની પ્રાપ્તિનું પણ આ બીજ છે. તેથી જ આચાર-વિચાર અને વાણીથી પરમ પવિત્ર પંચમહાવ્રતધારી, સંસારના પૂર્ણતયા ત્યાગી અને સંવેગ-નિર્વેદ પરિણામવાળા મહાત્માઓનો જ સતત પરિચય અને સહવાસ રાખે છે. તેઓ પણ આ જીવ ઉપ૨ ભાવ કરુણા કરી તે જીવનું હિત થાય તેવી વૈરાગ્યવાહિની પવિત્રદેશના ફરમાવે છે. આ ગુરુ-શિષ્યનો યોગકાળાન્તરે અવશ્ય તે જીવને ધર્મક્રિયામાં યુંજન કરવા દ્વારા મુક્તિફળ આપનાર જ બને છે. એમ અવ—ફળહેતુ હોવાથી આ યોગ તે અવંચક યોગ કહેવાય છે. આત્માને હિતની સાધનામાં ન છેતરનારો આ યોગ છે. તે યોગ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતાં ધર્મનો પણ સ્નેહ આ જીવમાં વધતો જ જાય છે. અનાયાસે આ જીવ સહસા ધર્મકાર્યમાં ગુંથાઈ જ જાય છે. કેવો આ યોગનો પ્રભાવ છે ? એક વાર અંશતઃ પણ આ દશા શરૂ થાય તો પણ જીવનો બેડો પાર થાય છે. અવંચક યોગની પ્રાપ્તિ આ જીવને ઉંચા ગુણસ્થાનકે લઈ જાય છે ।।૧૧। સદ્ગુરુ યોગ વંદનક્રિયા, તેહથી ફળ હોએ જેહો રે । યોગક્રિયાફળભેદથી, ત્રિવિધ અવંચક એહો રે ।।૧૨। વીર જિનેસર દેશના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org