________________
આઠમી પરા દૃષ્ટિ
૨૦૯
છે. તથા આ ક્ષમા આદિ ગુણો જીવના સહજ સ્વભાવભૂત હોય છે. મનમાં ક્ષમા આદિ ગુણો લાવવા માટે અન્ય કોઈ ઉપદેશકની (વાસકની) જરૂરિયાત રહેતી નથી. કારણકે હવે આ આત્મા સ્વયં પોતે જ પોતાના ભાવથી ધર્મમય બન્યો છે. નિરાલંબન અવસ્થાને પામ્યો છે. માટે સ્વયં પોતે જ ક્ષમા આદિ ગુણમય જ હોય છે.
આ પ્રમાણે ક્ષયોપશમ ભાવના ગુણો ચાલ્યા જવાથી “ધર્મસન્યાસ” નામનો સામર્થ્યયોગનો પ્રથમભેદ પ્રવર્તે છે. આ પરિસ્થિતિમાં આત્મગુણમાં પરિણામ પામેલી સર્વે પણ ધર્મમય ક્રિયાઓ આત્માના સ્વભાવભૂત બની જાય છે. આશયપૂર્વક ક્રિયા કરવાની રહેતી નથી. નિરુપાધિક સ્વભાવસિદ્ધ ક્રિયા હોય છે. વિશિષ્ટ જ્ઞાનદશા જાગૃત હોવાથી અને હાસ્યાદિ તથા સંજવલન આદિ દોષોનો ક્ષય થતો જતો હોવાથી આપણે જેમ દોષોને દૂર કરવાના આશયથી પ્રતિક્રમણાદિ કરીએ તેવા આશયવાળી ધર્મકરણી આ દૃષ્ટિમાં સંભવતી નથી. પરંતુ સહજસ્વભાવે જ નિરતિચાર જીવનપ્રવૃત્તિ રૂપ ક્રિયા હોય છે.
-
કાન્તા દૃષ્ટિ કાળે પાંચમા છઠ્ઠા અને સાતમા ગુણઠાણે, પ્રભાદૃષ્ટિ કાળે સાતમા-આઠમા ગુણઠાણે, અને આ પરા દષ્ટિકાળે ૯ થી ૧૨ આદિ ગુણસ્થાનકોમાં ધર્મમય ક્રિયા સમાન હોવા છતાં તરતમતા યુક્ત હોવાથી ભિન્ન ભિન્ન છે. તે વાત એક ઉદાહરણથી સમજાવે છે. રત્નોને પારખવાનું શિક્ષણ લેતા હોઈએ ત્યારે જે રત્નદર્શન થાય છે. શિક્ષિત આત્માઓ બિનપ્રયોજને જે રત્નદર્શન કરે છે અને તે જ શિક્ષિત આત્માઓ રત્નોની લે-વેચ (ખરીદવેચાણ) કરવા માટે જે રત્નદર્શન કરે છે. તે જેમ અધિક-અધિક સૂક્ષ્મતાવાળું હોવાથી ભિન્ન ભિન્ન છે, તેમ આ દૃષ્ટિઓમાં સમાન ક્રિયા વ્યવહારમાં પણ સૂક્ષ્મ રીતિએ ભિન્નતા હોય છે. જે માત્ર અનુભવગમ્ય જ હોય છે.
આ. ૧૪
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org