________________
૨૧૦
આઠ દૃષ્ટિની સઝાય કાન્તા અને પ્રભાદષ્ટિકાળની ધર્મકરણી મોહનીયાદિ ઘનઘાતી કર્મના ક્ષયનું મુખ્યત્વે કારણ બને છે. જ્યારે પરાદષ્ટિ કાળની ધર્મ કરણી ઘનઘાતી કર્મોના તથા ભવોપગ્રાહી કર્મોના એમ બન્ને પ્રકારના કર્મોના ક્ષયનું કારણ બને છે. આવા પ્રકારની આસંગદોષ વિનાની, અને પ્રશમભાવની પ્રધાનતા વાળી આત્માના સહજસ્વભાવભૂત ગુણ રમણતા સ્વરૂપ ધર્મકરણીનો નિયોગ કરતાં તેમાં ઓતપ્રોત અને તન્મય થતાં) ક્ષપકશ્રેણીમાં આરોહણ કરી અપૂર્વકરણ આદિ ગુણસ્થાનકો ઉપર આરૂઢ થઈને “કેવલજ્ઞાનની લક્ષ્મી” સ્વરૂપ સ્વઘરને એટલે કેવળજ્ઞાન રૂપ શુદ્ધ-નિર્મળ આત્મદશાને પ્રાપ્ત કરે છે.
આ જ હકિકત પૂ. હરિભદ્રસૂરિજીએ યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં ગાથા ૧૮૦ થી ૧૮૪માં વર્ણવેલી છે.
घातिकर्माभ्रकल्पं त-दुक्तयोगानिलाहतेः । यदाऽपैति तदा श्रीमान्, जायते ज्ञानकेवली ॥१८४॥
અર્થ - ઘાતિ કર્મો વાદળતુલ્ય છે. ઉપર કહેલ યોગની દૃષ્ટિ સ્વરૂપ પવન વડે હણાવાથી તે વાદળ જ્યારે દૂર થાય છે ત્યારે આ જ ભાવલક્ષ્મીવાળો આત્મા જ્ઞાનથી કેવળજ્ઞાની બને છે. ૧૮૪ ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વલબ્ધિ ફળ ભોગીજી ! પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગીજી છે. સર્વ શત્રુક્ષય સર્વવ્યાધિલય, પૂરણ સર્વ સમીહાજી | સર્વ અરથયોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી કા
ગાથાર્થ - ક્ષીણ થયા છે. સર્વે દોષો જેના એવા સર્વજ્ઞ બનેલા આ મહામુનિ સર્વલબ્ધિઓના ફળને ભોગવનારા બને છે. પરનો ઉપકાર કરતાં કરતાં તે યોગી મહાત્મા અયોગી બનીને શિવસુખને પ્રાપ્ત કરનારા બને છે. સર્વ શત્રુઓનો ક્ષય કરીને, સર્વવ્યાધિઓનો વિનાશ કરીને, પૂર્ણ થઈ છે સર્વ ઇચ્છાઓ જેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org