________________
૨૧૬
આઠ દૃષ્ટિની સઝાય યોગીકુળે જાયા તસ ધર્મે અનુગત તે કુળયોગીજી અદ્વેષી ગુરુ-દેવ-દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી જા
ગાથાર્થ - આ પ્રમાણે યોગસંબંધી શાસ્ત્રો અનુસારે અતિશય સંક્ષેપથી અમે અહીં આઠ દૃષ્ટિ સમજાવી છે. જે કુલયોગી અને પ્રવૃત્તચયોગી છે. તેઓના હિતના પ્રયોજનથી આ દૃષ્ટિઓ સમજાવી છે. જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા છે. અને તેઓના ધર્મને અનુસરવાની બુદ્ધિવાળા છે. તથા ગુરુ પ્રત્યે, દેવ પ્રત્યે અને દ્વિજ પ્રત્યે અઢષી છે. દયાળુ છે અને અતિશય ઉપયોગવાળા છે તે કુળયોગી કહેવાય છે. I૪
વિવેચન - પાતંજલ ઋષિ, ગોપેન્દ્ર મુનિ, ઇત્યાદિ અદર્શનમાં થયેલા યોગાચાર્યોએ યોગના સ્વરૂપનું વર્ણન જે રીતે કર્યું છે. તેઓની પરિભાષા (સંકેતો પ્રમાણે અતિશય સંક્ષેપથી આ સક્ઝાયમાં યોગની આઠ દૃષ્ટિઓ રૂપે યોગનું વર્ણન સમજાવવામાં આવ્યું છે. જૈનદર્શનમાં ૧૪૪૪ ગ્રંથોના રચયિતા અને યાકિનીસૂનુના હુલામણા નામથી સુપ્રસિદ્ધ એવા યોગાચાર્ય પૂજ્યશ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રીએ આ જ આઠ દૃષ્ટિઓનું સવિસ્તર વર્ણન પોતાના બનાવેલા “શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય” નામના ગ્રંથમાં કર્યું છે. તેના ઉપર સ્વયં પોતે જ સંસ્કૃત ભાષામાં વૃત્તિ(ટીકા) પણ બનાવી છે. પરંતુ આ મૂળ ગ્રંથ તથા તેની ટીકા સંસ્કૃત ભાષામાં હોઈ વિશેષ કરીને વિદ્વદ્ભોગ્ય છે. સામાન્યપણે આબાલ-ગોપાલ જીવોને આવા ગ્રંથોનો કંઈક અંશે પણ ભાવ જાણવા મળે અને તેઓનું પણ કલ્યાણ થાય એવા આશયથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપે મેં (ઉ. યશોવિજયજીએ) આ આઠ દૃષ્ટિની સજઝાયની રચના કરી છે.
આ સઝાય કુલયોગી અને પ્રવૃત્ત ચયોગી એમ બે પ્રકારના યોગીઓના હિત(કલ્યાણ)ને કરનારી છે. તેઓના હિતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org