SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમી પરા દૃષ્ટિ ૨૧૫ છે. ધર્મની હાનિ દેખી પુનર્જન્મ ગ્રહણ કરે છે તે પણ ભવવ્યાધિવાળા જ છે તેથી સાચા મુક્ત નથી. (૩) બૌદ્ધાદિ કોઈ દર્શનકારો એમ માને છે કે જેમ દીપક બુઝાઈ જાય ત્યારે તે સમાપ્ત જ થઈ જાય છે. તેમ આત્મા ભવવ્યાધિથી મુક્ત થાય ત્યારે સમાપ્ત જ થાય છે. તે અભાવાત્મક - શૂન્યાત્મક બને છે. આ વાત પણ બરાબર નથી. પોતાનું અસ્તિત્વ જ મીટાવી દેવા કોણ પ્રયત્ન કરે ? તેથી અહીં ખાસ ઉલ્લેખ કર્યો છે કે ભવવ્યાધિયુક્ત એવો આ આત્મા ભવવ્યાધિ મુક્ત થયો છતો રહે છે. તેનું અસ્તિત્વ સદા રહે જ છે. (૪) સાંખ્ય દર્શન આદિ કેટલાક દર્શનકારો એમ માને છે કે આ આત્મા શુદ્ધ-બુદ્ધ-કર્મોનો અકર્તા અને અભોક્તા છે. અર્થાત્ ભવવ્યાધિવાળો છે જ નહી, વ્યાધિમુક્ત જ છે. આ વાત પણ બરાબર નથી. જો પ્રથમથી જ વ્યાધિરહિત જ હોય તો તેને ધર્મસાધન કરવાની આવશ્યકતા જ રહેતી નથી, તથા જો પ્રથમથી શુદ્ધ જ હોય તો તે અશુદ્ધ કદાપિ બને જ નહીં. કારણ કે શુદ્ધ આત્મામાં અશુદ્ધતા લાવનારા હેતુઓ છે જ નહીં. માટે અનાદિથી આ આત્મા વ્યાધિગ્રસ્ત છે જ, અને તે જ ધર્મસાધનતાથી વ્યાધિમુક્ત બને છે. આ પ્રમાણે જે દિક્ષા હતી, શુદ્ધતત્ત્વ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હતું. જે સાધ્ય સિદ્ધ કરવું હતું તે યોગની ક્રમશઃ આઠ દૃષ્ટિઓ વડે અહીં પૂર્ણ થાય છે. કૃતકૃત્ય થયેલો, સિદ્ધ દશા પામેલો આ આત્મા સ્વગુણની રમણતાના અનંત આનંદમાં સદા મગ્ન જ રહે છે. ફા એ અડદિદ્ધિ કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતે જી કુળયોગી ને પ્રવૃત્તચક્ર છે, તેહ તણે હિત તેજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy