SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૨૭ થાય છે. આ પ્રમાણે આ દૃષ્ટિમાં વર્તતા જીવના અંગમાં આ અદ્વેષ ગુણ પ્રવર્તે છે. છો યોગનાં બીજ ઇહાં લહે, જિનવર શુદ્ધ પ્રણામો રે ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામો રે Iટા વીર જિનેસર દેશના. ગાથાર્થ - આ મિત્રા દૃષ્ટિમાં વર્તતો જીવ (૧) જિનેશ્વર પરમાત્માને શુદ્ધ પ્રણામ, ભાવાચાર્ય મહાત્માઓની સેવા, અને સુંદર એવો ભવ-ઉગ ઇત્યાદિ યોગનાં બીજ પ્રાપ્ત કરે છે. પેટા વિવેચન - હજુ યોગની દૃષ્ટિનો પ્રારંભ છે. આ જીવ નવા નિશાળીયા જેવો છે. મોહને આધીન થયેલા આ જીવમાં ઓઘ દૃષ્ટિના સંસ્કાર ભવોભવના હોવાથી ગાઢ અને મજબૂત છે. યોગ દશાની તો ભૂમિકા શરૂ જ થતી હોવાથી તે વિષયમાં આ જીવ કાચો છે. વાસ્તવિક યોગ દશા તો સમ્યકત્વ - દેશવિરતિ અને પ્રમત્તસંયત આદિ ગુણસ્થાનકો આવશે ત્યારે આવવાની છે. પરંતુ પ્રયાણ તે તરફનું હોવાથી આગળ પ્રાપ્ત થનારા યોગના બીજ આ દૃષ્ટિથી શરૂ થાય છે. ખેતરમાં બીજ વાવ્યું હશે તો કાળાન્તરે ફાલ્યુ-ફૂલ્ય મહાવૃક્ષ થશે જ. તેવી જ રીતે યોગનાં બીજ આવ્યાં હશે તો કાળ પાકતાં મહાયોગદશા આ જીવમાં ખીલી ઉઠશે. જેના પ્રતાપે અલ્પકાળમાત્રમાં જ મુક્તિપદ પ્રાપ્ત થાય છે. તે “યોગબીજ” આ પ્રમાણે છે. (૧) જિનેશ્વરને કરાતો શુદ્ધ પ્રણામ = મુક્તિ ઉપરનો ષ ચાલ્યો ગયો છે. પ્રતિભાવ પ્રગટ્યો છે. તેથી મુક્તિમાર્ગનો ઉપદેશ આપનારા, તે તરફ હિત હોવાથી આંગળી ચિંધનારા વીતરાગ પરમાત્મા અને તેમની આજ્ઞા પ્રમાણે જ વર્તનારા ભાવ સાધુ-સંતો (આચાર્યાદિ) આ જીવને ખૂબ જ ગમી ગયા છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy