________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
છે, તે ભવભ્રમણનું જ કારણ બને છે. કારણકે જ્યાં આગમશાસ્ત્રોનું આલંબન નથી પણ સ્વમતિની કલ્પના માત્ર જ છે તે અનુષ્ઠાનો ભવહેતુ જ થાય છે. શાસ્ત્રની ઉપેક્ષા એ કટુ ફળદાયી છે.
આગમશાસ્ત્રનું આલંબન લઈને તેમાંથી પ્રાપ્ત કરેલા સમ્યજ્ઞાન પૂર્વક કરાતું વિધિયુક્ત જે અનુષ્ઠાન તે અવશ્ય મુક્તિદાયક બને છે. પરંતુ ત્રીજા અનુષ્ઠાન કરતાં દીર્ઘકાળે મુક્તિ આપનાર બને છે. કારણ કે ત્રીજા અનુષ્ઠાન જેટલી શુદ્ધિ આ અનુષ્ઠાનમાં નથી. પરંતુ આગમશાસ્ત્રોનું આલંબન હોવાથી શાસ્ત્રાનુસારી છે. તેથી ચિરકાળે પણ અવશ્ય મુક્તિહેતુ થાય છે. આ અનુષ્ઠાનમાં શાસ્ત્રનો સંબંધ હોવાથી વિધિ, કાલનિયમન, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિનું સમ્યગ્યુંજન વગેરે ભાવો હોવાથી દિન-પ્રતિદિન વધારે શુદ્ધ અને સાનુબંધ અનુષ્ઠાન થાય છે. અને ઉત્તરોત્તર ઉત્તમ ઉત્તમ અનુષ્ઠાનનું કારણ બને છે.
૧૩૧
ત્રીજું અસંમોહ અનુષ્ઠાન સદનુષ્ઠાનવાળું હોવાથી અને તે સદનુષ્ઠાન ઉપરોક્ત ૬ લક્ષણોવાળું હોવાથી અતિશય પરિશુદ્ધ હોવાના કારણે વિના વિલંબે મોક્ષફળ આપનાર બને છે. જે આત્માઓ સારી રીતે પરમતત્ત્વના (એટલે આત્માનું અત્યન્ત શ્રેષ્ઠ જે તત્ત્વ-સ્વરૂપ છે તેના) જાણકાર છે. તેઓને ભવાતીતાર્થયાયી કહેવાય છે. તેવા ભવાતીતાર્થયાયી આત્માઓને જ આ અસંમોહ અનુષ્ઠાન આવે છે. અને તે અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ હોવાથી સાધક આત્માને તુરત મુક્તિફળ આપે છે. આ જ વાત યોગદૃષ્ટિસમુચ્ચયમાં ૧૨૪૦૧૨૫ ૧૨૬ શ્લોકોમાં છે. ૧૮।।
ભવાતીતાર્થયાયી જીવ કોને કહેવાય ? તે હવે સમજાવે છે - પુદ્ગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન | એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગ દીન ।।
મનમોહન૦ ॥૧૯॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org