________________
૧૩૦
આઠ દૃષ્ટિની સજ્ઝાય
એવું શુદ્ધ બને તેટલા માટે તે અનુષ્ઠાનની વિધિ અને સ્વરૂપને જાણનારા જ્ઞાનીઓની વિનયપૂર્વક સેવા કરે. અનુષ્ઠાન પ્રત્યે આદર અને પ્રીતિ છે તથા તેના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા છે. તો તે જિજ્ઞાસા તેના જ્ઞાતાઓ પાસેથી જ સંતોષાશે. તેમ સમજી આત્માર્થિભાવે વિનયપૂર્વક તે વિષયના જ્ઞાનીઓની સેવા કરે. આ બુધસેવના એ સદનુષ્ઠાનનું છઠ્ઠું લક્ષણ જાણવું. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે
आदर: करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥
આ પ્રમાણે અનુષ્ઠાન ત્રણ પ્રકારનું છે. અને તે રત્નના દૃષ્ટાન્તથી સમજવું. તેમાં સદનુષ્ઠાનવાળું જે અનુષ્ઠાન તે અસંમોહ અનુષ્ઠાન કહેવાય છે. ||૧૭||
આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાનો કેવા કેવા ફળને આપનારાં છે તે સમજાવે છે
બુદ્ધિક્રિયા ભવફળ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ । અસંમોહક્રિયા દીએજી, શીઘ્ર મુગતિફળ ચંગ ॥ મનમોહન૦ ॥૧૮॥
ગાથાર્થ - બુદ્ધિ માત્રથી કરાતાં અનુષ્ઠાનો સંસારફળ આપનાર છે. શાસ્ત્રજ્ઞાનપૂર્વક કરાતાં અનુષ્ઠાનો દીર્ઘકાળે મુક્તિ આપનાર છે. અને અસંમોહપૂર્વક કરાતાં અનુષ્ઠાનો તત્કાળ મનોહર એવા મુક્તિફળને આપનારાં છે. ૧૮||
વિવેચન - પાંચ ઇન્દ્રિયોના વિષયને અનુસરનારી જે બુદ્ધિ છે, તે બુદ્ધિપૂર્વક જ માત્ર કરાતાં અનુષ્ઠાનો સંસારફળદાયી છે. અર્થાત્ શાસ્ત્રની અપેક્ષા રાખ્યા વિના માત્ર પોતાની બુદ્ધિ ચાલે તેમ કલ્પના માત્ર દ્વારા, પાંચ ઇન્દ્રિયો દ્વારા થનારા બોધથી જે અનુષ્ઠાનો કરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org