________________
૧૪૬
આઠ દૃષ્ટિની સઝાય દીપકની પ્રભા તેલ, વાટ, કોડીયું આદિ પરદ્રવ્યોની અપેક્ષા રાખે છે. વાયુના વેગથી બુઝાઈ જાય છે. અને સામાન્યથી ઉપર-નીચે આડીઅવળી આમ તેમ થયા કરે છે. અર્થાત્ અસ્થિર હોય છે. તેથી દશ્ય વસ્તુનું દર્શન પણ અસ્પષ્ટ અને અસ્થિર થાય છે. પરંતુ રત્નની પ્રભા પરદ્રવ્યાવલંબનવાળી હોતી નથી, સ્વાભાવિક હોય છે. વાયુ આદિ વડે હણાતી નથી અને સદાકાળ એકસરખી પ્રકાશે છે. તેથી સ્થિર અને સ્પષ્ટ હોય છે. દશ્ય વસ્તુનું દર્શન પણ સ્પષ્ટ અને સ્થિર થાય છે.
એવી જ રીતે દીપ્રા દૃષ્ટિકાળે આત્મતત્ત્વ તરફની દૃષ્ટિ તથા તેના તરફનો બોધ (સ્વતઃ જીવ મિથ્યાત્વી હોવાથી) પરના આલંબનવાળો સવિશેષ હતો, સામાન્ય એવા પ્રતિબંધક નિમિત્તે આવતાં આ દૃષ્ટિ હણાઈ પણ જતી, અને મિથ્યાત્વનો ઉદય ચાલુ હોવાથી આ બોધ અસ્પષ્ટ અને અસ્થિર હતો, જ્યારે સ્થિરા દૃષ્ટિ આવતાં સમ્યકત્વ આવવાથી આત્મતત્ત્વ તરફનું લક્ષ્ય સ્વાવલંબી બને છે. નિર્ભય હોવાથી હણાતું નથી. અને સમ્યકત્વ ગુણ હોવાથી સ્પષ્ટ અને સ્થિર બોધ હોય છે, માટે રત્નપ્રભાની જેવો બોધ કહ્યો છે. આ આત્મા એ એક સનાતન ધ્રુવ દ્રવ્ય છે. પરમાત્માના જેવા અનંત જ્ઞાનાદિ ગુણવાળો છે. તે ગુણો કર્મોથી અવરાયેલા છે. સંસારનાં સુખો ભ્રામક છે. મોહદશાથી આ જીવ ભૂલો પડેલો છે. જેમ અગ્નિથી મેલ બળી જવાથી સુવર્ણ શુદ્ધ બને છે, તેમ હું જો રત્નત્રયીની આરાધના કરું, તો મારો કર્મમેલ બળી શકે છે. શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરી શકું છું. અંતે એ જ સાચું પ્રાપ્ત કરવા જેવું તત્ત્વ છે. આવો અતિશય નિર્મળ બોધ આ દૃષ્ટિમાં વિકાસ પામે છે. પરંતુ ચારિત્રમોહનીયના ઉદયના કારણે અવિરતિ તે પ્રમાણે વર્તન કરવા દેતી નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં જો અવિરતિને દૂર કરવામાં ન આવે અથવા તેને આધીન થઈને વર્તવામાં આવે તો પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને ટકાવવું દુષ્કર બને છે. સમ્યગ્દર્શનને ટકાવવા માટે અવિરતિથી ઘણું ઘણું દૂર રહેવું જોઈએ, પાંચ ઇન્દ્રિયોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org